Adipurush: હનુમાન જયંતિ નિમિત્તે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર ચાહકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે. 'આદિપુરુષ'ના નિર્માતાઓ આ પહેલા અભિનેતા પ્રભાસ અને કૃતિ સેનના પોસ્ટરને રામ નવમી પર રિલીઝ કરી ચુક્યા છે ત્યારે હવે રામ ભક્ત બજરંગ બલીના લુકને દર્શાવતું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આદિપુરુષમાં હનુમાનજીનો લુક જોઈને ચાહકો પહેલીવાર ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા છે. અભિનેતા દેવદત્ત નાગ આદિપુરુષમાં બજરંગ બલીનું પાત્ર ભજવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


25 વર્ષથી એક્ટર અને 35 વર્ષથી ગાયબ છે એક્ટ્રેસ, શોધી રહ્યો છે પરિવાર પણ ન મળી સફળતા


સુશાંત સિંહ રાજપૂતનું ઐશ્વર્યા રાયને લઈને હતું આ સપનું, જે ક્યારેય ન થઈ શક્યું પૂરું


મૌની રોયનું મુંબઈનું ઘર છે આલીશાન મહેલ જેવું, જુઓ અંદરની Unseen તસવીરો
 


આદિપુરુષ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક ઓમ રાઉતે હનુમાન જયંતિના અવસર પર બજરંગ બલીનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હનુમાન જન્મોત્સવના અવસર પર બજરંગ બલીનો લુક જોઈને ફેન્સે કોમેન્ટ સેક્શનમાં વખાણ કરી રહ્યા છે. આ ફોટો શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે રામના ભક્ત અને રામકથાના પ્રાણ... જય પવનપુત્ર હનુમાન..



આદિપુરુષને લઈને થતો વિવાદ 


રામનવમીના દિવસે આદિપુરુષ ફિલ્મમાંથી શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના લુકનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર હજુ પણ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. શ્રી રામની જનોઈથી લઈને માતા સીતાની માંગમાં સિંદૂર ન હોવા સુધીની બાબતો લોકોને ગમી નથી. આ મામલે ફિલ્મના કલાકારો અને નિર્દેશક ઓમ રાઉત વિરુદ્ધ હિંદુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ પણ કરવામાં આવી હતી. હવે વિવાદો વચ્ચે આદિપુરુષ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.