Adipurush New Poster: રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આજે રામનવમીના દિવસે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકાર પ્રભાસે તેના instagram પરથી આ નવું પોસ્ટર શેર કર્યું હતું. આ નવા પોસ્ટરમાં શ્રીરામના પાત્રમાં પ્રભાસ, માતા સીતાના પાત્રમાં કૃતિ સેનન જોવા મળે છે. સાથે જ પોસ્ટરમાં લક્ષ્મણ અને હનુમાનજીના પાત્રને પણ દેખાડવામાં આવ્યા છે. આ પોસ્ટર રિલીઝ થયાની સાથે જ વાયરલ થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


TMKOC ના ચાહકો માટે Good News, ટુંક સમયમાં શોમાં થશે દયાબેનની એન્ટ્રી


હૈદરાબાદના સૌથી મોંઘા ઘરમાંથી એક છે સુપરસ્ટાર રામ ચરણનું આલીશાન ઘર


બોલિવૂડની આ 8 શાનદાર ફિલ્મો છે સત્ય ઘટના પર આધારિત, જોઈને રૂવાડાં થઈ જશે ઊભા


ફિલ્મ આદિપુરુષના નવા પોસ્ટરને રામનવમીના દિવસે જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માતા-પિતાનું પાત્ર કૃતિ સેનન ભજવશે જ્યારે શ્રી રામ તરીકે પ્રભાસ જોવા મળશે. સાથે જ લક્ષ્મણ તરીકે સની સિંહ અને હનુમાનજીનો રોલ દેવદત્ત નાગ ભજવી રહ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થયું છે. પ્રભાસે આ પોસ્ટર શેર કર્યાની સાથે કેપ્શનમાં લખ્યું છે, મંત્રોથી મોટું તારું નામ... જય શ્રી રામ



આદિપુરુષ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયાની સાથે જ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. લોકોને શ્રીરામનો લુક, લક્ષ્મણ અને હનુમાનજીની દાઢી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. યુઝર્સ આ પોસ્ટર પર કમેન્ટ કરી રહ્યા છે કે કલ્ચરની મજાક શું કામ બનાવી રહ્યા છો ? કેટલાક લોકોને લક્ષ્મણજીના આઉટ ફીટ પસંદ નથી. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે લક્ષ્મણના કેરેક્ટરને ડિઝાઇનર લેધર ટ્રીપ પહેરાવવામાં આવી છે. 


ફિલ્મ આદિપુરુષનું ટીઝર વર્ષ 2022 ના નવેમ્બર મહિનામાં રિલીઝ થયું હતું. ટીશર્ટ દરમિયાન પણ રાવણનો જે લુક દેખાડવામાં આવ્યો હતો તેને લઈને પણ ઇન્ટરનેટ ઉપર ઘમાસાન બોલ્યું હતું. ટીશર પછી ફિલ્મ એટલા બધા વિવાદમાં ઘેરાઈ ગઈ કે ફિલ્મ મેકર છે રિલીઝ ડેટ આગળ વધારી દીધી. હવે આ ફિલ્મ 16 જૂન 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જોકે આ ફિલ્મના પોસ્ટરને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને જોઈને લાગે છે કે આ ફિલ્મ હજુ પણ ટ્રોલર્સના નિશાન પર છે.