નવી દિલ્હી : દબંગ 3 (Dabangg 3)ની રિલીઝની તારીખ જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ સલમાન ખાન (Salman Khan)ના ચાહકોની ઉત્સુકતા વધી રહી છે. ચાહકો સલમાનને ચુલબુલ પાંડેના અંદાજમાં જોવા માગે છે. હાલમાં આ ફિલ્મના કલાકારો સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને સઇ માંજરેકર સતત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chhapaak trailer Out: દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ, જોઈને રૂંવાડા થશે ઉભા 


આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર સઇ માંજરેકરે હાલમાં જ સલમાનનું એક શર્ટલેસ પોસ્ટર શેયર કર્યું છે જેમાં એના શાનદાર એબ્સ જોવા મળી રહ્યા છે. આ તસવીર ફિલ્મના ક્લાઇમેક્સની છે. આ પોસ્ટરમાં ફિલ્મમાં વિલન બનેલો કિચ્ચા સુદીપ પણ જોવા મળે છે. સઇએ આ તસવીર શેયર કરીને ફિલ્મની રિલીઝ બદલ ખુશી વ્યક્ત કરી છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવાએ કર્યું છે. પ્રભુ દેવાએ હાલમાં નિવેદન આપ્યું છે કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે સલમાનની ફિલ્મ છે. આ ફિલ્મ દબંગ 1 અને દબંગ 2થી ઘણી મોટી છે. 


Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ


દબંગ 3 હાલમાં જ વિવાદમાં ફસાઈ ગઈ હતી. તેના ગીત હુડ હુડ દબંગમાં કેટલાક ભગવાધારીઓને ગિટાર સાથે નાચતા દેખાડવામાં આવ્યા છે અને આ મામલે લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. આ વિવાદ વિશે પણ પ્રભુ દેવાએ કહ્યું છે કે હું આ વિશે કોઈ કમેન્ટ કરીશ તો બીજો નવો વિવાદ ઉભો થઈ જશે. આ સંજોગોમાં પહેલાં ફિલ્મ શાંતિથી રિલીઝ થાય એમાં જ ભલાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક