મુંબઈ : અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જે.ડી. મજિઠીયાને ચમકાવતી 'ખિચડી' હંમેશા સુપરહિટ સાબિત થઈ હતી. આ શો સૌથી પહેલાં 2002માં શરૂ થયો હતો અને અત્યાર સુધી તેની બે સિઝન આવી ચૂકી છે. 'ખિચડી'ની તમામ સિઝનને બમ્પર સફળતા મળી છે. હવે આ સિરિયલની નવી સિઝન શરૂ થવાની તૈયારી છે. આ નવી સિઝન 14 એપ્રિલથી શરૂ થશે અને એ દર શનિવારે તેમજ રવિવારે એક કલાક સુધી દર્શાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, આ શો આઈપીએલના સમયમાં જ શરૂ થઇ રહ્યો છે પરંતુ શોના નિર્માતાઓનું કહેવું છે કે આઈપીએલના કારણે શોને ફાયદો મળશે. જ્યારે પણ મેચમાં બ્રેક હોય અથવા મેચ કંટાળાજનક લાગે તો લોકો કોમેડી શો જોવું વધારે પસંદ કરશે. આથી શોને નવા દર્શકો મળશે.


‘ખિચડી’ની પહેલી સીઝન 2002-2004 દરમિયાન, જ્યારે બીજી સીઝન ‘ઇન્સટન્ટ ખિચડી’ 2005થી 2006 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી. આ પરથી હેટ્સ ઓફ પ્રોડક્શને 2010માં એક ફિલ્મ પણ બનાવી હતી. જેનું નામ હતું ‘ખિચડી-ધ મૂવી’. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.