Dream Girl: પંજાબી નહીં, મરાઠીમાં આવ્યું આયુષ્માનની ફિલ્મનું ધમાકેદાર ગીત `ધાગાલા લાગલી`
અભિનેતા આયુષ્માન ખુરાના ઓફબીટ ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો છે અને તે એકતા કપૂરની `ડ્રીમગર્લ` બનીને લોકોને હસાવવા તૈયાર છે.
નવી દિલ્હીઃ આયુષ્માન ખુરાનાની આવનારી ફિલ્મ ''ડ્રીમ ગર્લ' ખુબ ચર્ચામાં છે. ટ્રેલર જોઈને દર્શકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી અને હવે ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મના ગીલ પહેલા રિલીઝ થઈ ગયા છે. હવે 'ડ્રીમ ગર્લ'નું નવુ ગીત 'ઢાગાલા લાગલી' રિલીઝ કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ પર શૂટ કરવામાં આવેલા ગીતમાં આયુષ્માન સિવાય રિતેશ દેશમુખ અને નુસરત ભારૂચા પણ દેખાઈ રહ્યાં છે.
'ડ્રીમ ગર્લ'નું ગીત 'દિલ કા ટેલિફોન' અને 'રાધે-રાધે' પહેલા જ ધમાલ મચાવી રહ્યાં છે. હવે ગીત 'ઢાગાલા લાગલી' પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. વીડિયોની શરૂઆતમાં રિતેશ આયુષ્માનને કહેતો જોવા મળી રહ્યો છે કે દરેક ફિલ્મનું પ્રમોશનલ સોન્ગ પંજાબીમાં હોય છે. આ વખતે મરાઠીમાં ટ્રાઈ કરો? ત્રણેય સ્ટાર્સ ગીતનો આનંદ માણતા દેખાઈ રહ્યાં છે.