VIDEO : જબરદસ્ત છે `જબરિયા જોડી`નું લેટેસ્ટ સોંગ `ઢૂંઢે અખિયાં`
આ ગીતના વીડિયોમાં પરિણીતી ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે
નવી દિલ્હી : પરિણીતી ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ચમકાવતી ફિલ્મ જબરિયા જોડીનું લેટેસ્ટ સોંગ ઢુંઢે અખિયા લોન્ચ કરાયું છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યું છે. આ ગીતને એક કલાકમાં એક લાખ કરતા વધારે લોકોએ જોઈ લીધું છે. આ ગીતના વીડિયોમાં પરિણીતી અને સિદ્ધાર્થ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી દેખાય છે. આ ગીતને સિંગર યાસિર દેસાઈ તેમજ અલ્તમશ ફરીદીએ ગાયું છે અને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યુ છે. આ બિહારની પૃષ્ઠભૂમિ પર બનેલી એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.