નવી દિલ્હી : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન 'કેદારનાથ'થી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લોકોને બહુ પસંદ પડ્યું છે. હવે આ ફિલ્મનું નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતમાં સુશાંત અને સારાનો રોમેન્સ નજરે ચડ્યો છે. લગ્નના બેકગ્રાઉન્ડમાં બનેલું આ ગીત બહુ મસ્તીભર્યું છે. આ ગીતમાં સારા અને સુશાંતની કેમિસ્ટ્રી ઉડીને આંખે વળગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પાંચ વર્ષ પહેલા કેદારનાથમાં આવેલા પૂરની ઘટનાની પટકથા ધરાવતી ફિલ્મ ‘કેદારનાથ’ ટીઝર સામે આવતાં જ વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મ આવતા મહિને રિલીઝ થવાની છે. ઉત્તરાખંડમાં વર્ષ 2013માં આવેલા જળપ્રલય પર આધારિત ફિલ્મનો કેદારનાથના તીર્થ પુરોહિતોથી લઈને રાજકીય પાર્ટીઓ પણ વિરોધ કરી રહ્યા છે. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મના નાયક-નાયિકા વચ્ચે દર્શાવેલા અંતરંગ દ્રશ્યોને ધાર્મિક આસ્થા સાથે છેડછાડ ગણાવી છે.


વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મની સ્ટોરી સામે વાંધો ઉઠાવ્યો છે, તેમનું માનવું છે કે ફિલ્મ લવ જેહાદનું સમર્થન કરે છે. 7 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પૂરમાં ફસાયેલી હિંદુ યુવતીને મુસ્લિમ બચાવે છે અને બંને વચ્ચે પ્રેમ પાંગરતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...