નવી દિલ્હી : સલમાન ખાનની ફિલ્મ ભારત સતત ચર્ચામાં છવાયેલી છે. આ ફિલ્મના બે ગીતો રિલીઝ થઈ ગયા છે અને હવે નવું ગીત 'એશે આ' લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત લગ્નના માહોલમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં કેટરિના અને સલમાન રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમને આ અંદાજમાં જોવા માટે ચાહકો બહુ આતુર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાને પોતના ટ્વિટર હેન્ડલ પર આ ગીત રિલીઝ કરતી વખતે લખ્યું કે શાદી વાલા દેસી ગાના ફોર ઇલેક્ટ્રિક જમાના. સલમાને બુધવારે આ ગીતનું પોસ્ટર અને તારીખ પોસ્ટ કરી હતી. 


આ હિરોઇને પોસ્ટ કર્યો ગજબનો વીડિયો, યાદ આવી જશે માધુરીનો સુપરહોટ ડાન્સ


ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે. 


આ ફિલ્મ પછી સલમાન ખાન 'દબંગ 3' માટે જલ્દી કામ શરૂ કરશે. ત્યારબાદ સંજય લીલા ભણસાલીની 'ઈન્શાઅલ્લાહ' ફિલ્મ માટે કામ શરૂ કરશે. ઈન્શાઅલ્લાહ ફિલ્મથી સંજય અને સલમાન 20 વર્ષ બાદ ફરી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. આ ફિલ્મમાં સલમાન સાથે આલિયા ભટ્ટ દેખાશે. ઈન્શાઅલ્લાહ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઇ શકે છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...