નવી દિલ્હી : સાઉથના સુપરસ્ટાર બાહુબલી પ્રભાસની આગામી ફિલ્મ સાહોની હાલમાં બહુ ચર્ચા છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂરની જોડી છે. આ ફિલ્મના બે ગીતો સાઇકો સૈયા અને ઇન્ની સોની ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. હવે આ ફિલ્મને લગતા મોટા સમાચાર મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મે રિલીઝ પહેલાં જ 320 કરોડ રૂપિયા જેટલી તોતિંગ કમાણી કરી લીધી છે. ફિલ્મનું લેટેસ્ટ ગીત બેડ બોય યુ ટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતમાં પ્રભાસ સાથે જેકલીન ફર્નાન્ડિસ હોટ અંદાજમાં ડાન્સ કરતી નજરે ચડે છે. જેકલીનનું આ ગીત ભારે ચર્ચામાં છે અને તેની કેમિસ્ટ્રી પણ જોરદાર છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...