તૈમૂર ફોટા પડાવતો રહ્યો, જ્યારે શાહિદની `પરી`ને તો મળી ગઈ મોટી ઓફર
કરીના-સૈફનો છોટે નવાબ તૈમૂર અલી ખાન અને શાહિદ-મીરાની પરી જેવી પુત્રી મીશા માટે ફક્ત તેમના પરિવારના લોકો નહીં પરંતુ મીડિયા અને જનતા પણ ખુબ પ્રેમ છલકાવે છે.
મુંબઈ: કરીના-સૈફનો છોટે નવાબ તૈમૂર અલી ખાન અને શાહિદ-મીરાની પરી જેવી પુત્રી મીશા માટે ફક્ત તેમના પરિવારના લોકો નહીં પરંતુ મીડિયા અને જનતા પણ ખુબ પ્રેમ છલકાવે છે. આ વાતનો પુરાવો છે તૈમૂર અને મીશાની જે તસવીરો પોસ્ટ થાય છે તેને મળતો જબરદસ્ત રિસ્પોન્સ. ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જ્યારે આ બંને ક્યૂટ કિડની તસવીરો સોશિયલ મીડિયામાં જોવા ન મળે.
મિડ ડેના એક અહેવાલને માનીએ તો મીશાની વધતી લોકપ્રિયતાને જોઈને બાળકોની એક બ્રાન્ડે શાહિદ અને મીરા સામે મીશાને પોતાની એડમાં લેવાની રજુઆત કરી છે. જો કે શાહિદે હાલ તો ઓફરને ફગાવી દીધી છે. સૂત્રએ મિડ ડેને જણાવ્યું છે કે જ્યારે આ ઓફર મીરા પાસે આવી તો તે ખુબ એક્સાઈટેડ થઈ ગઈ. જો કે શાહિદને લાગ્યું કે આટલી નાની ઉંમરમાં મીશાને ગ્લેમરની દુનિયામાં લાવવી, તે તેના બાળપણ સાથે અન્યાય હશે. જેના કારણે તેણે આ ઓફરને ફગાવી દીધી.
અત્રે જણાવવાનું કે હાલમાં જ મીડિયા સાથે વાતચીતમાં શાહિદ કપૂરે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની બાળકી ઉપર જે રીતે બધાની નજર રહે છે તે જોતા એવું લાગે છે કે તેણે બીજા વ્યવસાયમાં હોવું જોઈતું હતું. મીડિયા દર વખતે મીશાને પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે. તેને ખબર પણ નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે અને લોકો તેની તસવીરો કેમ ખેંચી રહ્યાં છે.
આમ તો આ વિચારવા જેવી વાત છે કે જ્યારે મીશાને આવી ઓફર આવવા લાગી છે તો શું તૈમૂરને આવી ઓફર નહીં આવતી હોય?