Lata Mangeshkar Health Update: લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને આવ્યું મોટું અપડેટ, અનેક અટકળો વાયરલ
લતા મંગેશકરની મેનેજમેન્ટ ટીમે વાયરલ ફેક ન્યૂઝ પર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગાયિકના સ્વાસ્થ્ય વિશે હાલ ઘણી ખોટી અફવાઓ ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવી રહી છે.
નવી દિલ્હી: 'ભારત રત્ન' લતા મંગેશકર 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. કોરોના વાયરસના સંક્રમણ બાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ આ સમયગાળા દરમિયાન લતા દીદીના ખરાબ તબિયતના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ અહેવાલમાં કોઈ સચ્ચાઈ નથી. હોસ્પિટલમાંથી તેમની સારવાર કરી રહેલા ડોક્ટરર્સ દ્વારા લતા મંગેશકરની તબિયત અપડેટ આપતા જણાવ્યું છે કે લતા મંગેશકરની સ્થિતિમાં થોડો સુધારો જણાઈ રહ્યો છે. લતા મંગેશકર હજુ પણ ICU વોર્ડમાં છે, ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
વાયરલ કરવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ
લતા મંગેશકરની મેનેજમેન્ટ ટીમે વાયરલ ફેક ન્યૂઝ પર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગાયિકના સ્વાસ્થ્ય વિશે હાલ ઘણી ખોટી અફવાઓ ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવી રહી છે. પોતાના ચાહકોને આવા સમાચારો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં તેમના મૃત્યુના સમાચાર પણ આડેધડ શેર કરવામાં આવી રહ્યા છે. વારંવાર સૂત્રો પણ અપીલ કરી રહ્યા છે કે આવી અફવાઓ પર ધ્યાન આપશો નહીં.
'રામાયણ' ની સીતાએ બાલ્કનીમાં આપ્યો એવા પોઝ, તસવીર જોઈને યુઝરે કહ્યું- 'તમારી હિંમત કેવી રીતે થઈ...'
ટીમે જાહેર કર્યું એક નિવેદન
એક ઈમાનદાર અપીલ. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચારને ન ફેલાવો, લતા મંગેશકર સારવાર હેઠળ ICUમાં દાખલ છે. ડૉ.પ્રિતિત સમદાની અને તેમના ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. પરિવારો અને ડોકટરોને થોડા સમયની જરૂર છે. ચાલો આપણે બધા લતા લતા દીદીના ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે તેવી પ્રાર્થના કરીએ. અગાઉ પીઢ ગાયિકાને શ્વાસ લેવામાં તકલીફ થતાં નવેમ્બર 2019 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અભિનેત્રી સાથે રોમાન્સ કરતી વખતે ધર્મેન્દ્ર રીતસરના કાંપતા, અભિનેત્રીએ કર્યા ધડાધડ મોટા ખુલાસા
સાત દાયકાની શાનદાર કારકિર્દી
પોતાની સાત દાયકાની લાંબી કારકિર્દીમાં લતા મંગેશકરે અનેક ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવામાં આવ્યું હતું. તેમને 1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube