નિક જોનસે પ્રિયંકા ચોપડાને ગિફ્ટમાં આપી ત્રણ કરોડ રૂપિયાની કાર
નિકે પોતાના નવા આલબમની સફળતા પત્ની પ્રિયંકા સાથે શેર કરતા તેને કરોડો રૂપિયાની ભેટ આપી છે.
નવી દિલ્હીઃ સિંગલ 'શકર'ના અમેરિકી બિલબોર્ડમાં ટોપ પર પહોંચવાની ખુશીમાં પોપ ગાયક નિક જોનસે પત્ની પ્રિયંકા ચોપડાને કાળા કલરની ચમકતી શાનદાર કાર મેબૈક ભેટમાં આપી છે. પ્રિંકાએ નિકની સાથે પોતાની બે તસ્વીરો પોસ્ટ કરી છે. પ્રથમ તસ્વીરમાં બંન્ને કારની સાથે એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યાં છે, તો બીજી તસ્વીરમાં નિકના એક હાથમાં શૈમ્પેનની બોટલ અને બીજામાં ગ્લાસ છે જ્યારે પ્રિયંકાના એક હાથમાં ગ્લાસ અને બીજામાં તેણે ડોગ ડાયનાને પકડ્યો છે.
તસ્વીરની સાથે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે, જ્યારે પતિ નંબર વન પર પહોંચે છે તો પત્નીને મેબૈક મળે છે. રજૂ છે,,, એક્સટ્રા ચોપડા જોનસ,,, લવ યૂ બેબી... સૌથી શાનદાર પતિ નિક જોનસ.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર