નવી દિલ્હી: બોલીવુડની ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખાતી નોરા ફતેહી  (Nora Fatehi)નો ડાન્સિંગ અંદાજ એકદમ નિરાલો છે અને તેના ડાન્સના લાખો ફેન્સ છે. તે સ્ટેજ પર આવતાં જ લોકો તેના દિવાના થઇ જાય છે. હવે ફરી એકવાર નોરા ફતેહી (Nora Fatehi)એ સાબિત કરી દીધું છે કે તે પોતાની દરેક અદાઓ પર લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. હવે તેમનો આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ તો બધા જાણે છે કે નોરા (Nora Fatehi) જેટલા ફેન્સ ભારતમાં છે એટલા જ વિદેશમાં પણ છે. હમણાં તાજેતરમાં જ નોરા ફતેહી (Nora Fatehi)એ મોરોક્કોમાં લાઇવ પરર્ફોમન્સ આપ્યું હતું.જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જુઓ વીડિયો... 



આ વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે નોરાએ કેવી રીતે પોતાની અદાઓ વડે સ્ટેજ પર આગ લગાવી દીધી. આ વીડિયોમાં નોરા ફતેહી રેડ ડ્રેસમાં ગોર્જિયસ જોવા મળી રહી છે. વીડિયોમાં તે પોતાના ગીત દિલબર (Dilbar) અરેબિક વર્જન પર ઝૂમી રહી છે. આ ગીત પર તેમના ફેન્સ પર તેમની સાથે ઝૂમી રહ્યા છે. 


વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીનો એક ડાન્સ નંબર તાજેતરમાં જ 'એક તો કમ જીંદગાની (Ek Toh Kam Zindagani)' રિલીઝ થયું છે. જે યૂટ્યૂબ પર જોરદાર વ્યૂઝ પ્રાપ્ત કરી રહ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સૂતારિયાની ફિલ્મ 'મરજાવા (Marjaavan)નો ભાગ છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.