નવી દિલ્લી: હાલમાં બોલીવુડમાં પોતાની ગ્લેમરસ અદા અને હોટ અવતારથી બધાનું દિલ જીતી રહેલી અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) દરરોજ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તે પોતાની ખૂબસૂરતી અને જબરદસ્ત ડાન્સ મૂવ્સના કારણે ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે નોરાએ પોતાના કિલર એક્સપ્રેશન અને દિલકશ અદાઓને કારણે ચર્ચા જગાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોરાના જબરદસ્ત એક્સપ્રેશન્સ:
 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Nora Fatehi (@norafatehi)


 


વીડિયોમાં નોરા કોલ મી (Call Me) સોંગ પર પોતાના એક્સપ્રેશન્સ અને દિલકશ અદાઓથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. તેના આ ડાન્સ મૂવ્સ ફરી એકવાર સોશિયલ મીડિયા યૂઝર્સની વચ્ચે ધમાલ મચાવી રહ્યા છે. ફેન્સ પણ તેની આ સ્ટાઈલને ઘણી પસંદ કરી રહ્યા છે.


નોરાના લુકે ઉડાવ્યા હોશ:
નોરાએ આ વીડિયોમાં બ્લૂ શિમરી હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે. તેણે પોતાના આ લુકને લાઈટ રોઝી મેકઅપ અને રેડ લિપસ્ટિકે પૂરો કર્યો છે. તેણે પોતાના વાળને સોફ્ટ કર્લ્સની સાથે ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં તમે પણ નોરાની અદાઓ પરથી નજર હટાવી શકશો નહીં. નોરાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહ્યો છે.


આ પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે નોરા ફતેહી:
 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Nora Fatehi (@norafatehi)



નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ લાઈનમાં છે. ટૂંક સમયમાં તે અજય દેવગણની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે. આ સિવાય તે ટીવી રિયાલિટી શો  ડાન્સ દીવાને-3માં જજ તરીકે જોવા મળી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube