PHOTO: એક ફ્રેમમાં સાથે જોવા મળ્યા બે કપૂર પરિવાર
નીતૂ કપૂર લાંબા સમય બાદ દેશમાં પરત ફરી છે, હવે તેણે અનિલ કપૂર અને તેની પત્ની સુનીતા કપૂરની સાથે એક તસવીર શેર કરીને ખાસ કેપ્શન લખ્યું છે.
નવી દિલ્હીઃ નીતૂ કપૂર લાંબા સમય બાદ દેશમાં પરત ફરી છે, તે છેલ્લા 11 મહિના બાદ પોતાના મિત્રો અને પરિવારના સભ્યોની પાસે છે. તેવામાં તેણે અનિલ કપૂર (Anil Kapoor) અને તેની પત્ની સુનીતા કપૂર (Sunita Kapoor)ની સાથે એક તસવીર શેર કરીને એક ખાસ કેપ્શન લખ્યું છે.
દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ની સાથે ભારત પરત આવેલી અભિનેત્રી નીતૂ કપૂરે કહ્યું કે, તેની દિનચર્યા પહેલાની જેમ સામાન્ય થઈ રહી છે. નીતૂએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેને પોતાના પરિવારજન અને મિત્રોની સાથે સમય પસાર કરતી જોઈ શકાય છે. જુઓ તસવીર..
વાંચો બોલીવુડના અન્ય સમાચાર