Salman Khan Threat Case : બોલિવુડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ઈન્વેસ્ટિગેશન દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. સિદ્ધૂ મુસેવાલા અને મકોકોના કેસમાં પકડાયેલા આરોપી સૌરવ કાંબલે ઉર્ફે મહાકાલની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે બિશ્રોઈ ગેંગના નિશાને માત્ર સલમાન ખાન જ નહીં, ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક અને નિર્માતા કરણ જોહાર પણ હતા. પુણે પોલીસની પુછપરછ દરમિયાન મહાકાલે આ ખુલાસો કરતા ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાન થ્રેટ કેસમાં પુણે પોલીસ દ્વારા પુછપરછ દરમિયાન સૌરવ ઉર્ફે મહાકાલે આપેલા નિવેદન મુજબ, બિશ્રોઈ ગેંગની બોલિવુડને લઈને તૈયાર કરવામાં આવેલી હિટલિસ્ટમાં સલમાન ખાન સિવાય ફિલ્મમેકર કરણ જોહરનું નામ પણ છે. સૌરવે પુણે પોલીસને જે નિવેદન આપ્યું છે તેના મતે સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કરણ જોહર મુખ્યરૂપથી જવાબદાર હતા અને આજ કારણે તેઓ બિશ્રોઈ ગેંગની હિટલિસ્ટમાં સામેલ હતા. આ કારણથી બિશ્રોઈ ગેંગ ફિલ્મમેકર કરણ જોહરને ધમકી આપીને 5 કરોડની ખંડણી વસૂલવાની તૈયારીમાં હતી.


VIDEO: 'દયા' ને લઈને જેઠાલાલનું દર્દ છલકાયું, કહ્યું; પાછી આવવાની હતી, પરંતુ ફરીથી....
 
પુછપરછમાં સૌરવે વધુમાં જણાવ્યું હતું કે તે સિગ્નલ એપ મારફતે વિક્રમ બરાડ સાથે કનેક્ટેડ હતા અને માત્ર વિક્રમ બરાડ માટે જ કામ કરતો હતો, એવામાં બિશ્રોઈ ગેંગની ઘણી મૂવમેન્ટ અને ટાર્ગેટની જાણકારી તેણે થતી હતી. જોકે, પુણે પોલીસ મહાકાલ દ્વારા આપેલા નિવેદનની સચ્ચાઈ શોધવામાં લાગી ચૂકી છે.


જ્યારે લતા મંગેશકરે PM મોદીની માતા હીરા બાને લખ્યો હતો પત્ર, 'તમારો પુત્ર અને મારો ભાઈ...'


તમને જણાવી દઈએ કે, પુણે પોલીસે થોડાક દિવસ પહેલા જ સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ અને સલમાન ખાનને ધમકી આપવાના મામલામાં સૌરવ મહાકાલની ધરપકડ કરી છે. પોલીસના મતે, મહાકાલ શૂટ સંતોષ જાધવનો સાથી છે અને સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં શંકાસ્પદ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube