મુંબઇ: 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલા પર નૃશંસ આતંકવાદી હુમલાની નિંદામાં રાષ્ટ્ર આજે એકજુટ છે. આતંકવાદનું આ કૃત્ય આપણી સભ્યતા અને મૂલ્યો પર હુમલો છે, જેની અમે આકરી નિંદા કરીએ છીએ. ફિલ્મ 'નોટબુક'ના નિર્માતા સલમાન ખાન ફિલ્મ્સ અને સિને 1 સ્ટૂડિયોઝે શહીદોના પરિવારોને 22 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ 'નોટબુક'ની સંપૂર્ણ શૂટિંગ વર્ષ 2018માં ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં સંપૂર્ણપણે કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. અમારી આખી ટુકડી ઘાટીમાં ભારતીય સેના, સીઆરપીએફ અને કાશ્મીરના લોકોના પ્રયાસોના કારણે સુરક્ષિત રીતે ફિલ્મના શૂટિંગને અંજામ આપી શકી, જેમણે સતત સુનિશ્વિત કર્યું છે સૌથી વિકટ પરિસ્થિતિઓમાં પણ આ ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે. અમે દેશ માટે શહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આ મુશ્કેલ ઘડીમાં અમે શહીદોના પરિવારો સાથે ઉભા છીએ.


નોટબુક 2019માં રિલીઝ થનાર બોલીવુડ રોમાંસ-ડ્રામા ફિલ્મ છે જેમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિતિન કક્કડ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સલમાન ખાન, મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે દ્વારા નિર્મિત છે. ફિલ્મ ''નોટબુક'' 29 માર્ચ 2019ના રોજ રિલિજ થશે.