નવી દિલ્હી: ઈન્ડિયન ટીવી ચેનલની સૌથી લોકપ્રિય સિરિયલ અને સૌથી લાંબો ચાલનાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દરેક પાત્રો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. છેલ્લાં 13 વર્ષોથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલમાં એક ખાસ પાત્ર છે પત્રકાર પોપટલાલ (Popatlal) જે લગ્ન કરવા માટે તરસી રહ્યા છે. હવે આ શોનું સૌથી મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે, કારણ કે પોપટલાલના ટૂંક સમયમાં લગ્ન થનાર છે.


અમિતાભ બચ્ચનના શો સાથે કનેક્શન
હા! તમે બરાબર વાંચ્યું, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગે છે કે પોપટલાલના જીવનમાં કોઈ છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે, જે તેમની સાથે લગ્ન કરવા જઈ રહી છે. ખરેખર, તાજેતરમાં જ શોની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'માં જોવા મળી હતી. આ શો જોઈને આ છોકરી પોપટલાલથી ઈમ્પ્રેસ થઈ ગઈ છે. જુઓ વિડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube