હવે આ અભિનેતા અને તેમની પત્નીને થયો Corona Virus, કહ્યું- `અમે શું કરી શકીએ?`
દુનિયાભરમાં હાલ કોરોના વાયરસ (Corona Virus)થી હાહાકાર મચ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ કહ્યું કે અત્યાર સુધી વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના 1 લાખથી વધુ કેસની પુષ્ટિ થઇ ગઇ છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં હાલ કોરોના વાયરસ (Corona Virus)થી હાહાકાર મચ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ કહ્યું કે અત્યાર સુધી વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના 1 લાખથી વધુ કેસની પુષ્ટિ થઇ ગઇ છે. ડબ્લ્યૂએચઓના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના 1 લાખ 1 હજાર 9 સો 27 કેસની પુષ્ટિ કરવામાં આવી અને 3 હજાર 4 સો 86 લોકોના મોત થયા છે. તો બીજી તરફ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હોલીવુડના જાણિતા એક્ટર ટોમ હેક્સ (Tom Hanks) અને તેમની પત્ની રીટા વિલ્સન (Rita Wilson) કોરોના વાયરસથી ગ્રસિત છે.
ટ્વિટર પર એક ટ્વિટ દ્વારા આપી જાણકારી
જી હાં, અને આ વાતની જાણાકરી તેમણે પોતે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એક ટ્વિટ દ્વારા આપી છે. ટોમે ટ્વિટ કરીને લખ્યું કે હું અને રીટા અત્યારે ઓસ્ટ્રેલિયામાં છીએ. અમે લોકો થોડો થાક અનુભવી રહ્યા હતા, એવું લાગી રહ્યું હતું કે જાણે શરદી થઇ ગઇ છે, જેના લીધે શરીરમાં દુખાવો થઇ રહ્યો હતો. થોડો તાવ પણ હતો. વસ્તુઓને ઠીક કરવા માટે અમે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube