વિરલ પટેલ, અમદાવાદઃ નુસરત ફતેહ અલી ખાનના ગીતોને શ્રેષ્ઠ સંગીતનો સમાનાર્થી કહીએ તો તેમાં જરાય અતિશ્યોશક્તિ નહીં કહેવાય. પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાને તેમના જીવનકાળમાં એક થી એક ચડિયાતા સર્વશ્રેષ્ઠ ગીતોમાં પોતાનો મખમલી અવાજ આપ્યો. ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે સરહદ પર તણાવભર્યા સંબંધ રહ્યા છે પરંતું એકમાત્ર સંગીતે સરહદ પાર કરીને બંને દેશની જનતામાં હ્રદયમાં પ્રેમનો સંચય કર્યો છે, વાત એવા ગીતની જે કદાચ નુસરત ફતેહ અલી ખાનનું હિન્દી ફિલ્મનું અંતિમ ગીત હતું જે આજે પણ અનેક લગ્નપ્રસંગમાં વિદાયમાં અચૂક આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નુસરત ફતેહ અલી ખાને સૂફી સંગીત અને કવ્વાલીમાં અતૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે બોલિવૂડના બહુ ઓછા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે પરંતું જે ગીતો ગાયા તે સદાબહાર બની ગયા. આવું જ એક ગીત હતું જે બ્લોકબ્સટર બની ગયું તે હતું વર્ષ 2000માં આવેલી 'ધડકન' ફિલ્મનું 'દુલ્હે કા ચેહરા સુહાના' ગીત. ધડકન અક્ષયકુમાર, શિલ્પા શેટ્ટી અને સુનિલ શેટ્ટીની સુપરહિટ ફિલ્મ રહી. ધડકન ફિલ્મના આ ગીત સાથે ખૂબ રસપ્રદ કિસ્સો જોડાયેલો છે.


ધડકન ફિલ્મમાં સંગીતકાર નદીમ-શ્રવણ હતા તો તે ફિલ્મના ગીતો સમીર અંજાને લખ્યા હતા. ફિલ્મનું એક વિદાય ગીત નુસરત ફતેહ અલી ખાન પાસે ગવડાવવામાં આવ્યું.  આ વાત મહાન લેખક સમીરે તેના ઈન્ટરવ્યૂમાં કહી છે. ' નુસરત ફતેહ અલી ખાને મારું એક જ ગીત ગાયું પરંતું આ ગીત તેમને અમર બનાવી દીધું'


નુસરત ફતેહ અલી ખાન 'દુલ્હે કા ચેહરા સુહાના લગતા હૈ'  ગીત રેકોર્ડ કરી રહ્યા હતા, ગીતમાં એક લાઈન ગાતા નુસરત ફતેહ અલી ખાને દોઢ કલાકનો સમય લીધો. નુસરત ફતેહ અલી ખાન ગીતની એક લાઈન ગાતા ગાતા વારંવાર રડી પડતા હતા. સમીરે આ ગીત વિશે કહ્યું કે- 'જ્યારે કોઈ પણ હું ગીતને લખતો ત્યારે તેને જીવતો, આ ગીતને મારું દિલ દઈને લખ્યુ હતું.'

સમીરે ધડકન ફિલ્મના 'દુલ્હે કા ચેહરા સુહાના લગતા હૈ' વિશે વધુમાં કહ્યું કે- 'અમે જ્યારે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ અને દર્શકોનું રિએકશન જોવા ગયા ત્યારે આ ગીત વાગ્યું અને એ સાંભળતા સાંભળતા દર્શકોના આંખોમાં આંસુ આવી ગયા હતા. 'મે તેરી બાહો કે ઝૂલો મેં પલી બાબુલ' ગીતની આ લાઈન ગાઈને નુસરત ફતેહ અલી ખાન રડી પડ્યા હતા. બાબુલ શબ્દ ગાતા નુસરત ફતેહ અલી ખાનને પોતાની દીકરીઓની યાદ આવી જતી હતી. આજે પણ આ ગીત જ્યારે કન્યાના લગ્નમાં વિદાયપ્રસંગે વાગે ત્યારે દીકરીના પરિવારના દરેકની આંખો નમ થઈ જાય છે.


જૂના ગીતો કેમ હજી પણ તેટલા જ સદાબહાર છે, તેનો જવાબ છે આ કિસ્સો... એક સારા ગીત માટે ગાનારની સાથે તેને લખનાર અને મ્યુઝિક ડિરેકટરનો તેમાં અતુલ્ય ફાળો રહે છે.  નદીમ-શ્રવણનું મ્યૂઝિક, સમીરના શબ્દો અને નુસરત ફતેહ અલી ખાનના મખમલી અવાજના કારણે આ ગીત અમર બની ગયું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube