ઝી મીડિયા/બ્યૂરો :પશ્ચિમ બંગાળની બહુચર્ચિત અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહા (Nusrat Jahan) જ્યારથી પ્રેગનેન્ટ થયા છે, ત્યારથી લોકો તેમના બાળકના પિતા વિશે સતત પૂછી રહ્યા છે. પરંતુ નુસરતે એક પણ વાર આ મામલે ખુલાસો કર્યો નથી. પરંતુ તેમનુ નામ ટીએમસી સાંસદ યશ દાસગુપ્તા (Yash Dasgupta) સાથે વારંવાર જોડવામાં આવી રહ્યું છે. આ વચ્ચે નુસરતે એવો વીડિયો શેર કર્યો છે, જેને કારણે ફરીથી કાનાફૂસી શરૂ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશ નુસરતને એકલા નથી મૂકતા
પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદથી નુસરતનું નામ યશ દાસગુપ્તા સાથે જોડાવા લાગ્યું છે. પંરતુ એક્ટ્રેસે ક્યારેય આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યુ નથી. તો બીજી તરફ, યશ પણ નુસરતના પડછાયાની જેમ તેની સાથે રહે છે. નુસરતની પ્રેગનેન્સી દરમિયાન પણ તેને યશે એકલી મૂકી ન હતી. એટલુ જ નહિ, નુસરતના દીકરાના જન્મની ખુશખબરી પણ યશ દાસગુપ્તાએ જ શેર કરી હતી. પરંતુ હવે લાગે છે કે, નુસરત આ સંબંધને લઈને ખૂલીને બોલવા માંગે છે. તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જ બધુ કહી રહી છે. 



નુસરતે શેર કર્યો રોમેન્ટિક વીડિયો
નુસરતે હાલમાં જ એક ફેન દ્વારા બનાવાયેલો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. જેને જોઈને લાગે છે કે, આ બંગાળી બાલા યશ સાથે પોતાના સંબંધોને સાર્વજનિક કરી રહી છે, અને તેના પર મહોર લગાવી રહી છે. નુસરતના આ વીડિયોમાં તેને અને યશને દીકરાના જન્મની શુભેચ્છાઓ આપવામાં આવી છે. આ વીડિયોને શેર કરતા લખ્યુ છે કે, યીશાનના જન્મ માટે યશરતને મુબારક. અમને અત્યાર સુધી બેબીજાનની એક ઝલક પણ જોવા મળી નથી, તેથી તમારો એક નાનકડો વીડિયો શેર કરુ છું. નુસરતના ફેન્સ તરફથી યીશાનને ખૂબ ખૂબ પ્રેમ.



નુસરત પતિથી અલગ થઈ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂન મહિનામાં નુસરત જહા અને નિખિલ જૈન (Nikhil Jain) ના અલગ થવાના સમાચાર આવ્યા હતા. નુસરતે નિખિલ સાથેના તેના લગ્ન ગેરકાયદેસર ગણાવ્યા હતા. સાથે જ કહ્યું કે, તે 2020 માં જ નિખિલથી અલગ થઈ ગઈ હતી. રિપોર્ટસમાં તો એમ પણ કહેવાય છે કે, નુસરત ગત વર્ષે જ બોયફ્રેન્ડ યશ દાસગુપ્તા સાથે લિવ ઈન રિલેશનશિપમાં છે.