Famous Singer Died: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતી સંબલપુરી ગાયિકા રૂકસના બાનોનું અવસાન થયું છે. તે છેલ્લા 15 દિવસથી એઈમ્સ ભુવનેશ્વરમાં જીવન-મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. તમામ પ્રયાસો કરવા છતાં તેને બચાવી શકાઈ નથી અને બુધવારે (18 સપ્ટેમ્બર) ગાયકે અંતિમ શ્વાસ લીધા હતા. રૂકસાનાના નિધનથી તેના ચાહકો અને સમુદાયના લોકો આઘાતમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગર રૂકસાનાનું મોત
આ સમગ્ર મામલે સિંગરના પરિવારનો અલગ દાવો છે. તેમના મતે, રુકસાનાને અન્ય એક સંબલપુરી ગાયિકા દ્વારા ધીમે ધીમે ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. જો કે, આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે રૂકસાના 15 દિવસ પહેલા એક ગીતના શૂટિંગ દરમિયાન બીમાર પડી હતી. 27 ઓગસ્ટના રોજ તેમને ભવાનીપટનાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને બોલનગીર ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને પછી બારગઢની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેની તબિયતમાં સુધારો ન થવાને કારણે રૂકસાનાને ભુવનેશ્વરની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં તેમનો જીવ બચી શક્યો ન હતો.


મોતનું કારણ જાહેર થયું નથી
જ્યારે રૂકસાનાને બરગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે સંતોષ ટેટે નામના ડોક્ટરે જણાવ્યું કે રૂકસાના Scrub Typhus થી પીડિત છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે peumonia, લીવર ઈન્ફેક્શન અને હૃદયની સમસ્યાથી પીડિત હોવાનું પણ જાણવા મળ્યું હતું. તે વેન્ટિલેટર સિસ્ટમ પર હતી. આ કેસને લઈને AIIMSના અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. રૂકસાના માત્ર 27 વર્ષની હતી. તેમના મૃત્યુનું કારણ હજું બહાર આવ્યું નથી.


પરિવારનો આરોપ
રૂકસાનાના નિધનથી તેના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમણીની માતા અને બહેનનો આરોપ છે કે પશ્ચિમી ઓડિશાના પ્રતિસ્પર્ધી ગાયકે રૂકસાનાને ઝેર આપ્યું હતું. તેમનો દાવો છે કે રૂકસાનાને અગાઉ પણ ધમકીઓ મળી હતી. મીડિયા સાથે વાત કરતા રુક્સાનાની બહેન રૂબી બાનોએ દાવો કર્યો હતો કે શૂટ દરમિયાન તેમની બહેનને થોડો જ્યૂસ આપવામાં આવ્યો હતો, જે પીધા બાદ તે બીમાર પડી ગઈ હતી. રુકસાનાની માતાએ એક વીડિયો મેસેજ જાહેર કરીને તેની પુત્રીને ન્યાય આપવા વિનંતી કરી છે.