Madhubala Biopic: હિન્દી સિનેમા જગતની સૌથી સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી મધુબાલા આજે આ દુનિયામાં નથી પરંતુ ટૂંક સમયમાં જ ફિલ્મી પડદે તેની બાયોપીક જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી મધુબાલાની બાયોપીક બનાવવા પર ચર્ચાઓ જોર શોર થી થઈ રહી હતી પરંતુ હવે આ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ ફિલ્મી પડદે મધુબાલાની રીયલ લાઈફ દેખાડતી ફિલ્મ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ, કોકીલાબેન હોસ્પિટલમાં કરાઈ એન્જીયોપ્લાસ્ટી


મધુબાલાની ફિલ્મ ને લઈને જે એનાઉન્સમેન્ટ થઈ છે તે અનુસાર આ ફિલ્મ ડાયરેક્ટર જસ્મીત કે રીન બનાવશે. જસ્મીત આ પહેલા આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ડાર્લિંગ્સ બનાવી ચૂકી છે. હવે તે મધુબાલાની બાયોપીક બનાવશે તે વાતનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.


મધુબાલાના જીવન પર આધારિત ફિલ્મ જોવા માટે લોકો પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં મધુબાલાના જીવનની અલગ અલગ રીયલ કહાનીઓને દેખાડવામાં આવશે. ભારતની મર્લિન મુનરો નામથી પ્રખ્યાત બોલીવુડની સુંદર અભિનેત્રી મધુબાલાની બાયોપીક સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન અંતર્ગત બનશે. 


આ પણ વાંચો: 90 ના દાયકાનો એ શો જેનું મ્યુઝીક સાંભળીને પણ ડરતા લોકો, ફરીથી યાદ કરી લો તાજી


હિન્દી સિનેમા જગતની સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી મધુબાલાએ 36 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 36 વર્ષની ઉંમર સુધીમાં તેણે 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેણે પોતાની અદાકારીથી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. ચર્ચાઓ છે કે મધુબાલા ની બાયોપિક માં તેની ફિલ્મી કારર્કિદી અને તે સમય ની મનોરંજન ઉદ્યોગની જટિલતાઓને પણ દેખાડવામાં આવશે. મધુબાલાની બાયોપીકમાં મુખ્ય ભૂમિકા એટલે કે મધુબાલાનું પાત્ર કોણ ભજવશે તે હજુ સુધી ફાઈનલ નથી. 


આ પણ વાંચો: Animal ફિલ્મ પછી Tripti Dimri એ વધારી ફી, જાણો ભુલ ભુલૈયા 3 માટે કેટલી લીધી ફી


મધુબાલા એ નવ વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની સુપરહિટ ફિલ્મોમાં મુગલે આઝમ, મિસ્ટર એન્ડ મિસિસ, ચલતી કા નામ ગાડી, બસંત, નીલકમલ, મહલ, બાદલ, તરાના, બરસાત કી રાત જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મધુબાલાનું નિધન 1979 માં 23 ફેબ્રુઆરીએ થયું હતું.