યશ અને રૂહીના જન્મદિવસ પર ભાવુક થયો કરણ જોહર, શેર કરી સુંદર તસવીર
આ પ્રસંગે કરણ જોહર (Karan Johar)એ પોતાના બાળકોની સાથે કેટલિક દિલ જીતી લેતી તસવીરો શેર કરી છે.
નવી દિલ્હીઃ ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) આમ તો ખુબ ફની અને જોલી વ્યક્તિ તરીકે જાણીતો છે. પરંતુ એક સારો મિત્ર અને વ્યક્તિ હોવાની સાથે તે બે જુડવા બાળકોનો પિતા પણ છે. કરણ જોહરના બાળકો યશ અને રૂહી (Yash and Roohi) હાલમાં ત્રણ વર્ષના થઈ ગયા, પોતાના બંન્ને બાળકોના જન્મદિવસ પર કરણ ભાવુક જોવા મળ્યો હતો. આ તકે કરણે પોતાના બાળકોની સાથે દિલ જીતી લેનારી તસવીર શેર કરી છે.
કરણે આ અવસરે જ્યાં એક શાનદાર પાર્ટી આપી જેમાં તમામ સેલિબ્રિટીઓ સામેલ થયા તો પોતાના ફેન્સની સાથે આ ક્ષણને શેર કરવા માટે કરણે ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો છે. પોતાના જુડવા બાળકોના ત્રીજા જન્મદિવસે કરણે યશ અને રૂહીની સુંદર પારિવારિત તસવીર શેર કરી.. જુઓ આ તસવીરો...
મે 2020માં નતાશા સાથે લગ્ન કરશે વરૂણ ધવન? સામે આવી જાણકારી
આ સાથે તેમણે પોતાની માતાની પ્રશંસા કરતા આગળ લખ્યું, 'તેમના મજબૂત સમર્થન વગર મોટો નિર્ણય મુશ્કેલ હતો. મારા જુડવા બાળકો આજે ત્રણ વર્ષના થઈ ગયા અને ધન્ય થવાની અમારી ભાવના દરેક પસાર થતાં વર્ષની સાથે નવા જોશની સાથે જારી છે. હું રૂહી અને યશની સાથે પૂરા બ્રહ્માંડનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. તેણે મને પૂર્ણ કર્યો.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV