Salman Khan Tiger 3: જ્યારે બોલીવુડ ફિલ્મમાં સલમાન ખાન અને શાહરુખ ખાનની ફિલ્મની વાત આવે ત્યારે લોકોમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. તેમાં પણ જ્યારથી દર્શકોએ સલમાન ખાનને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનમાં જોયો છે ત્યારથી દર્શકો પણ યે દિલ માંગે મોર.... એવું કહી રહ્યા છે. ત્યારે શાહરુખ અને સલમાનના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પઠાનમાં બંને કલાકારો સાથે જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર બંને કલાકારો 'ટાઈગર 3'માં સાથે જોવા મળવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


એક સાથે 70 દેશોમાં રિલીઝ થશે Adipurush ફિલ્મનું ટ્રેલર, આ તારીખે જોવા મળશે ટ્રેલર


Akshay Kumar Social Media: Instagram પર આ 6 લોકોને જ ફોલો કરે છે Akshay Kumar


The Kerala Story જ નહીં બોલીવુડની આ ફિલ્મો માટે પણ દેશભરમાં થયો હતો હોબાળો


'ટાઈગર 3' સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક કેમિયો રોલ કરશે. બંને કલાકારોને મોટા પડદા પર એકસાથે જોવાએ ફેન્સ માટે ટ્રીટ હશે. કારણ કે આ સીન પાછળ પૈસા પણ પાણીની જેમ વહાવવામાં આવશે. જાણવા મળતી માહિતી અનુસારા ટાઈગર 3માં પણ સલમાન અને શાહરૂખ જબરદસ્ત એક્શન સીન કરતાં જોવા મળશે. સલમાન અને શાહરૂખના આ એક એક્શન સીન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવશે.  


સલમાન અને શાહરૂખના એક એક્શન સીન માટે એક વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે, જેની કિંમત લગભગ 35 કરોડ છે. જેનુ શૂટિંગ 8 મેથી શરૂ થશે. ટાઈગર 3માં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. એટલે આ દિવાળી સલમાન અને શાહરૂખ ખાનના ચાહકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે.