VIRAL VIDEO : નાની દીકરીએ એડોપ્શન વિશે લખ્યો નિબંધ ! સાંભળીને રોઈ પડી સુસ્મિતા સેન
સુસ્મિતા સેન (Sushmita Sen)ની નાની દીકરીનો ઓપન લેટર સાંભળીને સુસ્મિતાની આંખમાં આંસુ આવી ગયા હતા
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન (Sushmita Sen) લાંબા સમયથી સિલ્વર સ્ક્રિનથી દૂર છે પણ સોશિયલ મીડિયામાં તે બહુ એક્ટિવ છે. સુસ્મિતા પોતાની રિલેશનશીપને કારણે તેમજ દીકરીઓને કારણે ચર્ચામાં રહે છે. હવે સુસ્મિતાની દીકરીનો નવો વીડિયો સામે આવ્યો છે જે બહુ ઇમોશનલ છે.
સુસ્મિતા સેન (Sushmita Sen) નિયમિત રીતે પોતાની બંને દીકરીઓ રેને અને અલિશા સાથેની તસવીર અને વીડિયો શેયર કરે છે. હાલમાં સુસ્મિતાએ એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેની નાની દીકરી અલિશાએ એડોપ્શન પર ઓપન લેટર લખ્યો છે અને આ સાંભળીને સુસ્મિતા બહુ ઇમોશનલ થઈ ગઈ હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube