નવી દિલ્હી :બોલિવુડના દિગ્ગજ એક્ટર્સમાંથી એક જોન અબ્રાહમ (John abraham) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ પાગલપંતી (Pagalpanti) ને લઈને બિઝી છે. આ વચ્ચે ફિલ્મનું એક ધમાકેદાર ગીત ઠુમકા શનિવારે રિલીઝ થયું છે. જેને હની સિંહે (YO YO Honey Singh) ગાયું છે. હની સિંહના અવાજમાં આ ગીત લોકોને બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણે ટી-સીરિઝ દ્વારા થોડા કલાક પહેલા જ રિલીઝ કરાયેલ આ ગીતના વ્યૂઅર્સનો આંકડો 8 લાખની નજીક પહોંચી રહ્યો છે. આ ગીતમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ નજર આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઉલ્લેખનીય છે કે, જોન અબ્રાહમ ઉપરાંત ફિલ્મમાં અનિલ કપૂર, ઈલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મહત્વની ભૂમિકામાં છે. પાગલપંતી 22 નવેમ્બરના રોજ રિલીઝ થશે.