કરાંચી : ''યહાં સે પચાસ-પચાસ કોસ દૂર જબ બચ્ચા રાત કો રોતા હૈ તો માં કહેતી હૈ સો જા બેટે નહી તો ગબ્બર આ જાયેગા.'' શોલે ફિલ્મનો આ ડાયલોગ તો તમને યાદ જ હશે. આ ડાયલોગ અને ગબ્બર સિંહને કોણ ભૂલી શકે છે. શોલે ફિલ્મના પાત્રોને ભારતમાં જ નહી પરંતુ દુનિયાભરના લોકોના દિલ પર છાપ છોડી છે. આ ફિલ્મના પ્રશંસક પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઓછા નથી. જોકે પાકિસ્તાનના કરાંચીથી એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ફોટોમાં દેખાઇ રહેલો વ્યક્તિ હૂ-બ-હૂ શોલેના ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાન જેવો નજરે પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોએ તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. પાકિસ્તાનની એક ન્યૂઝ વેબસાઇટના અનુસાર આ ફોટો કરાંચીના લાડ બજારમાં પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિના બાલથી માંડીને કપડાં સુધી શોલેના ગબ્બર સિંહની માફક દેખાઇ છે. શાહજહાં ખર્રમ નામના એક ટ્વિટર યૂજરે પણ આ ફોટો શેર કર્યો છે. જોકે જી મીડિયા આ ફોટોની પુષ્ટિ કરતું નથી.

આ શું કરીના કપૂરના પાસે આવી 'Good News'! અક્ષય કુમાર અને દિલજીત દોસાંજ પણ છે ખુશ


બાળ કલાકાર તરીકે થઇ હતી શરૂઆત
તમને જણાવી દઇએ કે અમજદ ખાનનો જન્મ 12 નવેમ્બર 1940ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. માત્ર 48 વર્ષની ઉંમરમાં 1992માં તે દુનિયાને અલવિદા કરી જતા રહ્યા હતા. પેશાવરના પઠાણ પરિવારમાં જન્મેલા અમજદ ખાન થિયેટરની દુનિયાથી મોટા પડદા પર આવ્યા હતા. તેમણે પોતાના પિતા જયંત સાથે બાળ કલાકાર તરીકે પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. 1973માં ચેતન આનંદની ફિલ્મ હિંદુસ્તાન કી કસમથી તેમના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી.
 



કેવી રીતે મળી શોલે ફિલ્મ
બીબીસીના એક રિપોર્ટ અનુસાર શોલે ફિલ્મમાં ગબ્બરના પાત્ર માટે પહેલા ડેનીની પસંદગી કરવામાં આવી હતી. ત્યાં સુધી કે 'સ્ક્રીન મેગેજીનના કવર પર ડેની સહિત શોલેની સ્ટારકાસ્ટનો ફોટો પણ છપાઇ ગયો હતો. પરંતુ કોઇ બીજીના શૂટિંગની સાથે ડેટ ક્લેશ થતાં ડેનીને આ ફિલ્મ છોડવી પડી અને ત્યારે જઇને અમજદ ખાનએ ગબ્બર સિંહનું પાત્ર સાઇન કરવામાં આવ્યું.