ઇસ્લામાબાદઃ Pakistan Girl Dance: સ્ટેજ ડાન્સનો વીડિયો આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. તેને પાકિસ્તાનના યુવા પણ ઝડપથી ફોલો કરી રહ્યાં છે. પાકિસ્તાની ડાન્સ વીડિયો ખાસ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હાલમાં પાકિસ્તાની યુવતી આયશાનો મેરા દિલ યે પુકારે ગીત પર ડાન્સ કરતો વીડિયો ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે પાકિસ્તાનની વધુ એક યુવતીનો વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની યુવતીનો સિઝલિંગ ડાન્સ
આ સિઝલિંગ વીડિયોમાં એક સુંદર પાકિસ્તાની યુવતીએ સ્ટેજ પર અદભૂત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તેણીએ બોલીવુડના હિટ ટ્રેક "લૈલા મેં લૈલા" પર તેના ડાન્સ મૂવ્સ કર્યાં હતા.. તેના ડાન્સ મૂવ્સે ભીડને દંગ કરી દીધા. ડાન્સ કરતી વખતે યુવતીએ ઓફ-વ્હાઈટ ગાઉન પહેર્યું છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. તેણે સ્ટેજ પર ડાન્સ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. નેટીઝન્સ આ ડાન્સ વીડિયોના ખૂબ વખાણ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ શાહરૂખ ખાનનો પત્ની સાથેનો એકદમ જૂનો વીડિયો વાયરલ, જોઈને કહેશો આ તો કેવા લાગે છે


વાયરલ થઈ રહ્યો છે વીડિયો
જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે અત્યાર સુધીમાં બે લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યું છે. ડાન્સમાં છોકરીની એનર્જી અને મ્યુઝિકની બીટ ચોક્કસ કોઈના પણ મૂડને ઠીક કરી દેશે. આ વાયરલ મૂડ લિફ્ટિંગ વીડિયો યુટ્યુબ પર ઝડપથી જોવામાં આવી રહ્યો છે.


અહીં જુઓ પાકિસ્તાની યુવતીનો વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube