ભયંકર વાયરલ થયું આ પાકિસ્તાની ગીત, જેની શરૂઆતમાં લેવાય છે હિન્દુસ્તાનનું નામ
પાકિસ્તાની સુપરસ્ટાર માહિરા ખાન (Mahira Khan) નું એક ગીત હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. હકીકતમાં, આ ગીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2020) ના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર ઈક્વાલિટીને બહુ જ સાદગીથી સમજાવવામાં આવી છે, 8 માર્ચના રોજ રિલીઝ થયેલું આ પાકિસ્તાની ગીત (Pakistani Song) ભારતીયોને પણ બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતીયો પણ આ ગીતને શેર કરવાથી રોકી શક્યા નથી. ફેસબુકથી લઈને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સુધી આ ગીતની ધૂમ મચી છે.
ઝી મીડિયા/બ્યૂરો :પાકિસ્તાની સુપરસ્ટાર માહિરા ખાન (Mahira Khan) નું એક ગીત હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. હકીકતમાં, આ ગીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2020) ના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર ઈક્વાલિટીને બહુ જ સાદગીથી સમજાવવામાં આવી છે, 8 માર્ચના રોજ રિલીઝ થયેલું આ પાકિસ્તાની ગીત (Pakistani Song) ભારતીયોને પણ બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતીયો પણ આ ગીતને શેર કરવાથી રોકી શક્યા નથી. ફેસબુકથી લઈને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સુધી આ ગીતની ધૂમ મચી છે.
રોમાંચક બની રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારની કરી જાહેરાત
‘દુઆ-એ-રીમ’ નામનું આ ગીત માહિરા ખાન પર ફિલ્માવાયું છે. લેખક શોએબ મન્સૂરે આ ગીતને 1902માં આઈ અલ્લામા ઈકબાલની ચર્ચિત કવિતા ‘લબ પે આતી હૈ દુઆ...’ (Lab Pe Aati Hai Dua) ને પોતાના અંદાજમાં લખી છે, અને એક ગીતના રૂપમાં દર્શકોની સામે લઈને આવ્યા છે. જેને હવે લોકો પસંદ કરી રહ્યાં છે. હકીકતમાં, આ ગીતમા દુલ્હન માટે માંગવામાં આવતી દુઆઓને બે પેઢીઓમાં અલગ અલગ રીતે એન્ગલથી બતાવવામાં આવી છે.