Main Atal Hoon Trailer: ફિલ્મી પડદે પંકજ ત્રિપાઠી દેખાડશે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનની ઝલક, તમે જોયું કે નહીં ?
Main Atal Hoon Trailer: આ ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠી ઘણા સમયથી ચર્ચામાં હતા. કારણ કે ફિલ્મમાં પંકજ ત્રિપાઠી દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મના અન્ય કલાકારોના લુક્સ પણ જોવા મળે છે. આ ટ્રેલર જોઈને તમારા રુંવાડા પણ ઊભા થઈ જશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Main Atal Hoon Trailer: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જીવન પર આધારિત પંકજ ત્રિપાઠીની અપકમિંગ ફિલ્મ મેં અટલ હું નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠી ઘણા સમયથી ચર્ચામાં હતા. કારણ કે ફિલ્મમાં પંકજ ત્રિપાઠી દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મના અન્ય કલાકારોના લુક્સ પણ જોવા મળે છે. આ ટ્રેલર જોઈને તમારા રુંવાડા પણ ઊભા થઈ જશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મલાઈકા અરોરા સાથે લગ્ન કરવાને લઈને અર્જુન કપૂરે કરી દીધી ચોખવટ, જાણી લો ફટાફટ તમે પણ
ટ્રેલરમાં પંકજ ત્રિપાઠી શ્રી અટલ બિહારી બાજપાઈના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં તેમના શરૂઆતના સમયથી લઈને તેમના જીવનના દરેક ઉતાર ચઢાવને ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મના ટ્રેલરની જોઈને લોકોની ફિલ્મ જોવાની આતુરતા પણ વધી છે. આ ફિલ્મ 19 જાન્યુઆરી 2024 ના રોજ રિલીઝ થશે.
આ પણ વાંચો: ભારતના આ ગામના દરેક ઘરના પુરુષો હોય છે રસોઈમાં નિપુણ, નાનપણથી શીખે છે રસોઈની કલા
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક રવિ જાદવની આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત અન્ય કેટલાક કલાકારો પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે. ટ્રેલર પંકજ ત્રિપાઠી એ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યું છે સાથે જ તેણે એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે.
પોતાની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતા પંકજ ત્રિપાઠી એ કેપ્શનમાં લખ્યું છે કે, " જે નેતા ને તમે જાણો છો તે માણસને તમે નથી જાણતા... પ્રસ્તુત છે શ્રી અટલ બિહારી બાજપાઈના અસાધારણ જીવનની એક ઝલક. જુઓ ફિલ્મનું ટ્રેલર. " આ ફિલ્મ 19 જાન્યુઆરી 2024 ના રોજ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: Belly Fat : આ 4 પીણાંની મદદથી પેટની ચરબી ઝડપથી ઘટશે, કસરત કર્યા વિના સ્લિમ થશે પેટ
ટ્રેલર જોઈને ફિલ્મમાં જે પંકજ ત્રિપાઠીનો લુક છે તેનાથી પણ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. તેમના લુક્સને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે ટ્રેંડ કરી રહ્યું છે.