Paper Queen Apeksha Rai: જો તમે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ફેશનની વાત કરો તો સૌથી પહેલા ઉર્ફી જાવેદનું નામ સામે આવે છે. ઉર્ફી જાવેદની ફેશન સ્ટાઈલ હવે ચારેબાજુ ચર્ચાવા લાગે છે. તેમાં પણ અવનવુ પહેરીને તેનુ લોકો સામે આવવું ચર્ચા જગાવે છે. તેથી જ તેના વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. અનેક સ્ટાઈલિસ્ટ પણ તેની સ્ટાઈલને માની રહ્યાં છે. તો કેટલાય તેની ફેશનને કોપી કરી રહ્યાં છે. પરંતુ એક હસીના હવે ઉર્ફીને પણ ટક્કર આપવા માટે માર્કેટમાં આવી ગઈ છે. આ યુવતી બોલ્ડ ઉર્ફીને પણ પાછળ પાડી દે તેવી છે. તેની ટેલેન્ટની પણ ચર્ચા શરૂ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર ક્વીન અપેક્ષા રાય
અમે જેની વાત કરી રહ્યાં છે તેનુ નામ અપેક્ષા રાય છે. તેને લોકો પેપર ક્વીનના નામથી ઓળખ છે. આખરે કેમ તેને લોકો પેપર ક્વીન કહે છે તે પણ જાણી લઈએ. અપેક્ષા રાય પેપરમાંથી બનાવેલા કપડા પહેરીને વીડિયો બનાવે છે. પેપરમાંથી તે અદભૂત આઉટફીટ બનાવે છે. જેમાં તે લહેંગા ચોલી, સાડી કે પછી મોર્ડન ડ્રેસ પણ બનાવે છે. અપેક્ષા રાયની ખાસિયત એ છે કે તે માત્ર ન્યૂઝ પેપરના કાગળમાંથી ડ્રેસ બનાવે છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by paper queen (@apeksharai97)


તો શું અપેક્ષા રાય સ્ટાઈલિશ લાગે છે કે નહિ, તેના માટે આ વીડિયો જોઈ લો. અપેક્ષા રાયે ઈન્સ્ટાગ્રામ પર એક એક કરતા ચઢિયાતા વીડિયો શેર કર્યાં છે. આ રીતે પેપરમાંથી ડ્રેસ બનાવીને તે પોપ્યુલર બની ગઈ છે. તેથી તેનુ નામ પેપર ક્વીન પડ્યું છે. એટલુ જ નહિ, અપેક્ષા રાય પોતાના પેપર આઉટફીટ સાથે એક્સપરીમેન્ટ્સ પણ કરતી દેખાય છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by paper queen (@apeksharai97)


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by paper queen (@apeksharai97)


ન્યૂઝ પેપર સમાચાર આપવાના કામમાં આવે છે, પરંતુ એકવાર તે જૂનુ થઈ જાય તો તેનો ઉપયોગ વધી જાય છે. અલગ અલગ લોકો તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. ત્યારે અપેક્ષા રાયે તેનો ક્રિએટીવ ઉપયોગ કર્યો છે.