Dark Scroll:પહેલીવાર જોવા મળશે પેરાનોર્મલ રિયાલિટી શો, ભૂતિયા લોકેશન પર સ્પર્ધકો કરશે ભૂતનો સામનો, જોઈ લો એક ઝલક
Dark Scroll: જે દર્શકોને રહસ્યમય અને અલૌકિક ઘટનાઓમાં રસ છે તેમના માટે એમટીવી Dark Scroll શો અલગ જ અનુભવ હશે. આ શોનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને કેટલીક રહસ્યમય કહાનીઓના માધ્યમથી ક્યારેય ન ભુલાય તેવો અનુભવ કરાવવો.
Dark Scroll: રિયાલિટી શો જોવાના ચાહકો માટે એક નવો રોમાંચક શો ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. અત્યાર સુધી તમે અનેક પ્રકારના રિયાલિટી શો જોયા હશે પરંતુ આવો રિયાલિટી શો હજુ સુધી જોયો નહીં હોય. Mtv પોતાના દર્શકો માટે Dark Scroll નામથી પેરાનોર્મલ રિયાલિટી શો લાવી રહ્યું છે. આ શોનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ શોમાં હોસ્ટ તરીકે પ્રખ્યાત અભિનેતા અમિત સાધ જોવા મળશે. આ રિયાલિટી શોનો કોન્સેપ્ટ બધા જ રિયાલિટી શો કરતા અલગ છે.
આ પણ વાંચો: Asim Riaz: બીજા સ્પર્ધકોએ ઉશ્કેર્યો હતો આસિમને... આસિમના સપોર્ટમાં બોલી શિલ્પા શિંદે
Dark Scroll રિયાલિટી શોને જીતવા માટે સ્પર્ધકોએ અસલી ભૂત અને પ્રેતનો સામનો કરવો પડશે. તમે બરાબર જ વાંચી રહ્યા છો આ એક પેરાનોર્મલ રિયાલિટી શો છે જે અસલી ભૂતિયા લોકેશન પર શૂટ થશે અને તેમાં સ્પર્ધકોને એવા ટાસ્ક આપવામાં આવશે જેમાં તેમને ભૂત પ્રેતનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો: Horror Movies: સત્ય ઘટના પર આધારિત છે બોલીવુડની આ હોરર ફિલ્મો, તમે જોઈ છે કે નહીં ?
જે દર્શકોને રહસ્યમય અને અલૌકિક ઘટનાઓમાં રસ છે તેમના માટે એમટીવી Dark Scroll શો અલગ જ અનુભવ હશે. આ શોનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને કેટલીક રહસ્યમય કહાનીઓના માધ્યમથી ક્યારેય ન ભુલાય તેવો અનુભવ કરાવવો. ભારતના અલગ અલગ રાજ્યોમાં ઘટેલી પેરાનોર્મલ ઘટનાઓ આ શોમાં જોવા મળશે.
આ પણ વાંચો: આ હોરર ફિલ્મો જોવી કાચા પોચા લોકોનું કામ નથી, ભૂત આસપાસ ફરતું હોય તેવો અનુભવ કરાવે
પેરાનોર્મલ રિયાલિટી શો Dark Scroll નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં જોઈ શકાય છે કે અમિત સાધ રાતના સમયે એક કબ્રસ્તાનમાં કેટલાક સ્પર્ધકો સાથે છે. તે એક સ્પર્ધકને કેટલીક કબર તરફ ઈશારો કરીને એક ટાસ્ક આપે છે. આ ટ્રેલર જોઈને જ ખબર પડી જાય છે કે રિયાલિટી શો કેટલો ખતરનાક હશે.
એમટીવી Dark Scroll શો 16 ઓગસ્ટ થી શરૂ થશે. આ શો ઓટીટી પ્લેટફોર્મ Jio Cinema માં પર જોઈ શકાય છે. Dark Scroll શો અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવાર સાંજે 7 વાગ્યે સ્ટ્રીમ થશે. આ શોમાં 9 સ્પર્ધક ભાગ લેશે જેમાંથી કોઈ એક સર્વાઇવ કરી શકશે.