Parineeti Raghav Wedding: દિલ્હીમાં ધામધૂમથી સગાઈ કર્યા બાદ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ વર્ષમાં જ લગ્ન કરી લેવાના મૂડમાં છે. જાણવા મળતી માહિતી અનુસાર બંને આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.  પરિણીતી અને રાઘવે લગ્નની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. હાલ આ બંને લગ્ન માટે સ્થળ શોધી રહ્યા છે. ચર્ચાઓ છે કે આ કપલ આ વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Amitabh Bachchan અને Abhishek Bachchan આ ફિલ્મમાં જોવા મળશે ફરી એક સાથે


દયાભાભી પર માં 'લક્ષ્મી'ના છે ચાર હાથ, એક્ટિંગથી દુર છે છતાં પણ કમાણી છે લાખોમાં


આ દિવસે રિલીઝ થશે Asur 2, ધમાકેદાર ટીઝર સાથે બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર


ઉદયપુર ટુરિઝમ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શિખા સક્સેનાએ ખુલાસો કર્યો છે કે તે પરિણીતીને થોડા દિવસો પહેલા એરપોર્ટ પર મળ્યા હતા. બંને વચ્ચે આ મીટિંગ 20 મિનિટ સુધી ચાલી અને ત્યારબાદ તેમણે આખો દિવસ અલગ અલગ સ્થળ જોવામાં સમય વિતાવ્યો હતો. શિખાએ ખુલાસો કર્યો કે પરિણીતીએ તેની સાથે વાતચીત દરમિયાન લગ્નનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ જે થયું તેના પરથી અંદાજ છે કે તે રાજસ્થાનમાં લગ્ન કરી શકે છે. પરિણીતીએ તેની પાસેથી ઉદયપુરના વાતાવરણ વિશે માહિતી લીધી હતી અને તેને સપ્ટેમ્બર મહિનો બરાબર લાગ્યો હતો. આ સિવાય પરિણીતી નવેમ્બરના વિચારમાં પણ હતી. આ મીટિંગ દરમિયાન પરિણીતીની ટીમે દરેક માહિતીને બરાબર નોંધી હતી.


સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણીતી અને રાઘવ ધામધૂમથી પંજાબી સ્ટાઈલમાં લગ્ન કરશે. તેઓ ઈચ્છે છે કે લગ્નમાં પરિવારના તમામ સભ્યો અને મિત્રો ખૂબ જ આનંદ માણે. પરિણીતીએ વાતનું પણ ધ્યાન રાખી રહી છે કે વેડિંગ ફંક્શન વચ્ચે પણ તે મહેમાનો માટે પૂરતો સમય કાઢે. 


બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી. જેમાં ઘણા મોટા રાજનેતાઓએ પણ ભાગ લીધો હતો. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપડા પણ ખાસ સગાઈ માટે અમેરિકાથી ભારત આવી હતી.