`સાઈના નેહવાલની બાયોપિક માટે પરિણીતિ ચોપડાનો લૂક આવ્યો સામે`
એક્ટ્રેસ પરિણીતિ ચોપડા બૈડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં જોવા મળશે. તાજેતરમાં જ બાયોપિકમાંથી સાઈનાનો એક લૂક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
નવી દિલ્હી: એક્ટ્રેસ પરિણીતિ ચોપડા બૈડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં જોવા મળશે. તાજેતરમાં જ બાયોપિકમાંથી સાઈનાનો એક લૂક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. સાઈના નેહવાલે પરિણીતિનો આ લૂક સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ફોટો શેર કરીને પરિણીતિને એકદમ પોતાના જેવી જ હોવાનું કહ્યું હતું.
સાઈનના લૂકમાં પરિણીતિ-
સાઈના નેહવાલે લખ્યું કે, મારી જેવી જ છે પરિણીતિ ચોપડા. સાઈનાએ શેર કરેલા ફોટાની વાત કરીએ તો તેમા તે શોર્ટ વાળમાં હેયરબેન્ડ લગાવેલી જોવા મળે છે. તેના ચહેરા પર બૈડમિન્ટન રમતનો જુનૂન સાફ જોવા મળી રહ્યો છે. પરિણીતાના ચહેરા પરના હાવભાવ ઘણું બધું કહી જાય છે.
સખત મહેનત કરી રહી છે પરિણીતા
પરિણીતિ ચોપડા સાઈના નહેવાલના કિરદારમાં ઢળવા ખુબ જ પ્રયાસ કરી રહી છે... તેણે બૈડમિન્ટન ટ્રેનિંગની સાથે સાથે સાઈનાના જીવનને પણ જાણવાનો પ્રયાસ કર્યો છે. સાઈના નહેવાલની આ બાયોપિકમાં પહેલા શ્રદ્ધા કપૂરને લેવામાં આવી હતી.. પરંતુ ત્યારબાદ આ ફિલ્મમાં શ્રદ્ધાની જગ્યાએ પરિણીતિ ચોપડાને સાઈન કરવામાં આવી છે.
અપકમિંગ પ્રોજેક્ટની વાત
પરિણીતાના ફિલ્મોની વાત કરીએ તો તે કેસરી ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની કેમેસ્ટ્રી જોવા મળશે. જોકે આ ફિલ્મ સંપૂર્ણપણે અક્ષય કુમારની હતી અને પરિણીતાનો રોલ ખુબ જ નાનો હતો. પરિણીતાના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો પરિણીતા હોલીવુડ ફિલ્મ દ ગર્લ ઓન દ ટ્રેનની હિંદી રિમેકમાં દેખાશે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube