Parineeti Chopra Video: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા તેની ફિલ્મ અમરસિંહ ચમકીલાના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપડાએ અમર નું પાત્ર ભજવ્યું હતું. અમર જ્યોતના પાત્રમાં પરિણીતી ચોપડાના ભારે વખાણ થઈ રહ્યા છે. જોકે આ ચર્ચાઓની વચ્ચે પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પરિણીતી ચોપડા દૂરદર્શનના એક કાર્યક્રમમાં ગીત ગાતી જોવા મળે છે. આ વિડીયો સાથે પરિણીતી ચોપડાએ જે કેપ્શન લખ્યું છે તેને વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


પરિણીતી ચોપડાએ તેના ઈંસ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. જેમાં તે એક દેશભક્તિનું ગીત ગાતી જોવા મળે છે. તેની સાથે અન્ય બાળકો પણ ગીત ગાતા દેખાય છે. પરિણીતી ચોપડા આ વીડિયોમાં લાલ રંગના ડ્રેસમાં જોવા મળે છે. વીડિયો શેર કરીને પરિણીતીએ લખ્યું છે મારું અસલી ડેબ્યુ... 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by @parineetichopra


પરિણીતી ચોપડાનો આ થ્રોબેક વીડિયો જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડીયો પર પરિણીતીના ચાહકો એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. પરિણીતી ચોપડા નાનપણથી જ આર્ટિસ્ટ હતી અને તેણે દૂરદર્શનથી ડેબ્યુ કર્યું હતું. પરિણીતી ચોપડા એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ રસ ધરાવે છે. તાજેતરમાં આવેલી ફિલ્મ અમરસિંહ ચમકીલામાં પણ પરિણીતી ચોપડાએ પોતે ગીત ગાયેલા છે