મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા ભારે ડાયેટ અને એક્સરસાઇઝ પછી સુપરહોટ બોડીની માલિક બની ગઈ છે. એક સમયે તેની ચરબી અને ગોળમટોળ શરીર ટીકાનું કેન્દ્ર બન્યું હતું પણ આજે તે ફેટમાંથી ફિટ બની ગઈ છે. હાલમાં તેણે ટોચની સ્વિમિંગવેર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું સ્વીકાર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્વિમિંગવેર કંપની SPEEDO માટે તેણે ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ બની ગઈ છે અને આગ લગાવી રહી છે. તેણે આ વાતની જાહેરાત સોશિયલ મીડિયા પર પણ કરી છે. 



હાલમાં પરિણીતી ઓસ્ટ્રેલિયામાં રજા માણી રહી છે. પરિણીતીએ વેકેશનની આ તસવીરો તેના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હાલમાં જ તેણે કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ હોટ દેખાઈ રહી છે. પોતાના હોટ અંદાજના કારણે જ હાલના દિવસોમાં તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.



પરિણીતી રજાઓમાં વારંવાર ઓસ્ટ્રેલિયા ફરવા જાય છે. હાલમાં તે કોઈ પણ ફિલ્મનું શૂટિંગ કરી રહી નથી. પરિણીતી ઓસ્ટ્રેલિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.