નવી દિલ્હી : પરિણીતી  ચોપરા આમ તો સોશિયલ મીડિયા પર ઘણા મજેદાર ફોટો અને વીડિયો શેયર કરે છે પરંતુ બુધવારે પરિણીતી ચોપરાએ પોતાના ચાહકો સાથે ખતરનાક લૂક શેયર કર્યો છે. પરિણીતી ચોપરાએ આ લૂક શેયર કરી ચાહકોને ચોંકાવી દીધા છે. આવનારી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન નું શૂંટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તેણીએ શેયર કર્યો છે જેમાં તેણી લોહીથી લથપથ દેખાઇ રહી છે. તેણીએ આ લૂક શેયર કરી ચાહકોને ચોંકાવી દીધા છે. 


બાથટબમાં બેઠેલી પરિણીતી ચોપરાના માથા પર ઇજાના નિશાન છે અને તેમાંથી લોહી વહી રહ્યું છે. આ ફોટાને શેયર કરતાં તેણીએ લખ્યું છે કે, કંઇક એવું કે જે મેં અગાઇ ક્યારેય નથી કર્યું અને આ અત્યાર સુધીની મારી સૌથી ખતરનાક ભૂમિકા છે. 


બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર