Parineeti-Raghav Wedding Photo Viral: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થવાના છે. લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન 23 સપ્ટેમ્બરે થયા હતા. લગ્ન માટે મહેલને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. લગ્નસ્થળે મહેમાનો પણ શનિવારથી પહોંચી રહ્યા હતા. આ દરમિયાન પરિણીતીના લગ્નના ફંક્શનનો પહેલો ફોટો લીક થયો છે. આ ફોટો બીજા કોઈએ નહીં પણ પ્રિયંકા ચોપડાની માતાએ શેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગીત સેરેમની 


આ પણ વાંચો:


Parineeti-Raghav ના લગ્નમાં આવનાર દરેકના ફોન થશે ટેપ, લીક નહીં થાય ફોટો કે વીડિયો


આ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકો છો રણવીર-આલિયાની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની


જે લીલા પેલેસમાં થશે પરિણીતી-રાઘવના લગ્ન ત્યાંની એક પ્લેટની કિંમત સાંભળી ઉડી જશે હોશ
 
પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 90ના દાયકાની ખાસ થીમ પર રાખવામાં આવ્યા હતા. જેમાં સંગીત ફંકશનનું મ્યુઝિક લિસ્ટ અભિનેત્રીએ જાતે જ તૈયાર કર્યું હતું. જેમાં એન્ટ્રી પર એવી કેસેટ રાખવામાં આવી હતી જેના પર મહેમાનોના નામ લખેલા હતા અને એક ખાસ મેસેજ પણ લખવામાં આવ્યો હતો.


પાર્ટીનો ફોટો લીક

આ સંગીત સેરેમનીનો ફોટો પ્રિયંકા ચોપડાની માતાએ શેર કર્યો હતો. પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બેકગ્રાઉન્ડ ખૂબ જ ડેકોરેટેડ છે. મધુ ચોપડા ચમકતો સિલ્વર કલરનો ડ્રેસ પહેરેલો છે. 


પરિણીતી ચોપડાની બેસ્ટ ફ્રેન્ડ સાનિયા મિર્ઝા ઉદયપુર રવિવારે ધ લીલા પેલેસ પહોંચશે. આ સિવાય ફરાહ ખાન, કરણ જોહર, હરભજન સિંહ, મનીષ મલ્હોત્રા અને આદિત્ય ઠાકરે પણ આ લગ્નમાં હાજરી આપી શકે છે. શનિવારે લગ્નમાં ભાગ લેવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લીલા પેલેસ હોટલ પહોંચ્યા હતા.