Parineeti-Raghav Wedding: પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર લીક ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે લગ્નમાં આવનાર દરેક મહેમાનોના મોબાઈલ ફોન લગ્નમાં જતી વખતે અને બહાર નીકળતી વખતે ચેક કરવામાં આવશે. તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મહેમાનના ફોનને લગ્નના વેન્યૂ પર પહોંચતાની સાથે જ ટેપ કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળતી માહિતી અનુસાર હોટલમાં લગ્ન માટે આવનાર મહેમાનોના મોબાઈલ કેમેરા પર બ્લુ ટેપ ચોંટાડી દેવામાં આવશે. આ ટેપ લગાવ્યા બાદ લગ્ન દરમિયાન કોઈ પણ વ્યક્તિ વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકશે નહીં. આ ટેપ પણ ખાસ હશે જેને કોઈ વ્યક્તિ પોતાની મરજી અનુસાર કાઢી કે ચોંટાડી શકશે નહીં. 


આ પણ વાંચો:


આ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકો છો રણવીર-આલિયાની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની


જે લીલા પેલેસમાં થશે પરિણીતી-રાઘવના લગ્ન ત્યાંની એક પ્લેટની કિંમત સાંભળી ઉડી જશે હોશ


Sunny Deol: ગદર 2 બ્લોકબસ્ટર થતા સની દેઓલને મળી નવી ફિલ્મ, આમિર ખાન સાથે કરશે કામ


આ એક બ્લુ રંગની ટેપ હશે જેને મોબાઈલ કેમેરા પર લગાવ્યા બાદ જો કોઈ તેને હટાવે છે તો તે ટેપ પર તીરનું નિશાન દેખાવા લાગે છે. જ્યારે મહેમાનો લગ્નમાંથી પરત ફરશે ત્યારે ફોન ચેક કરવામાં આવશે. આ સિક્યોરિટી ચેક કરવાની જવાબદારી માટે ખાસ માણસો રાખવામાં આવ્યા છે. લગ્નની તૈયારીઓ અને લગ્નની વિધિના ફોટોગ્રાફ્સ અને વીડિયો લીક ન થાય તે માટે બ્લુ ટેપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિયમ લગ્નમાં આવનાર મહેમાનો તેમજ હોટેલ સ્ટાફ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ સ્ટાફ અને શેફને પણ લાગુ થશે.


લગ્ન બાદ પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે. આ લગ્નમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓની હાજરી પણ હશે. સાથે જ બોલીવુડના કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ ઉદયપુર પહોંચશે.