મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા હાલમાં બેડમિન્ટન સ્ટાર સાઇન નેહવાલની બાયોપિકની તૈયારીમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલાં પરિણીતીનું અંગત જીવન ભારે ચર્ચામાં હતું. સમાચાર પ્રમાણે પરિણીતી અને અસિસ્ટન્ટ ડિરેક્ટર ચરિત દેસાઈનું અફેર ચાલી રહ્યું છે. હાલમાં પોતાના વિશેની ચર્ચા વિશે સ્પષ્ટતા કરતા પરિણીતીએ કહ્યું છે કે ''મેં ક્યારેય આ વાતનો સ્વીકાર નથી કર્યો કે ઇનકાર પણ નથી કર્યો.  મારો પરિવાર, મિત્રો અને આસપાસના તમામ લોકો હકીકત જાણે છે. આ મારી અંગત વાત છે અને એની હું મીડિયા સામે મારી ઇચ્છા હશે ત્યારે જ જાહેરાત કરીશ.''


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે લગ્ન પહેલાં પ્રિયંકા અને નિકે પ્રિ વેડિંગ ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં સોફી ટર્નર, જો જોનાસ, આલિયા ભટ્ટ, પરિણીતી ચોપડા, મુસ્તાક શેખ , સૃષ્ટિ બહેલ અને બીજી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. નિકે આ ડિનરની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી જે ગણતરીના કલાકોમાં વાઇરલ બની ગઈ હતી. આ તસવીરમાં પ્રિયંકાની કઝિન પરિણીતીની બરાબર બાજુમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ચરિત દેસાઈ નજરે ચડે છે. પરિણીતી અને ચરિતનું નામ ઘણા સમયથી સાથે સંકળાયેલું છે. તે સમયે તેમણે  આ વાતને અફવા ગણાવી હતી પણ ચર્ચા છે કે આ બંને હજી પણ સિક્રેટ રીતે એકબીજા સાથે છે. 


ચરિત દેસાઈ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સમાં એક અસિસ્ટન્ટ ડિરેક્ટર છે. ચરિત અને પરિણીતી કરણની ડ્રીમ ટીમ ટૂર દરમ્યાન મળ્યાં હતાં. એ વખતે ચરિત ટૂર દરમ્યાન પડદા પાછળ બનતી ઘટનાઓનું શૂટિંગ કરતો હતો. ભારત પાછા આવ્યા પછી પણ એ બન્ને વચ્ચેનો સંબંધ જામેલો રહ્યો છે. તેઓ એકમેકના સંપર્કમાં છે અને તેમની વચ્ચે સંબંધ જળવાયેલો છે. ચર્ચા છે કે પરિણીતી અને ચરિત ટૂંક સમયમાં તેમના સંબંધની જાહેરાત કરશે. 



બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...