Deepika Padukone in Pathan Movie: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણમાં બેશરમ રંગ ગીતમાં દીપિકાના શરીરના ચોક્કસ ભાગોને હાઈલાઈટ કરતા ક્લોઝ અપ હવે હટાવી દેવાયા છે...બહુત તંગ કિયા લિરિક્સની સાથે આવતા કેટલાંક ઉત્તેજક હાવભાવ સાથેનાં દ્રશ્યો પણ સેન્સર બોર્ડ દ્વારા દૂર કરી દેવાયા છે... પઠાણમાં મોટાપાયો કાપકૂપ કરવામાં આવી હોવાની પુષ્ટિ સેન્સર બોર્ડના વડા પ્રસૂન જોશી દ્વારા અગાઉ જ કરવામાં આવી હતી...હવે તેમા બેશરમ રંગ ગીતમાં દીપિકાના કેટલાક સાઈડ પોઝ પણ હવે બાદ થઈ ગયા છે... જોકે, બિકનીનો રંગ બદલાયો છે કે નહીં તે અંગે કશું સ્પષ્ટ કહેવાયું નથી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમાં 13 જગ્યા પર પીએમઓનો ઉલ્લેખ હતો તેમાં પ્રમુખ અથવા તો મંત્રી શબ્દ કરી દેવામાં આવ્યો છે.. ભારતીય જાસૂસી સંસ્થા રોના એજન્ટને બદલે હમારે એજન્ટ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે... આનાથી સસ્તી કોચ ન મળી એવા શબ્દ પ્રયોગને બદલે આનાથી સસ્તી ડ્રિંક ના મળી એવો શબ્દ પ્રયોગ કરાયો છે. અશોક ચક્રની જગ્યાએ વીર પુરસ્કાર, એક્સ કેબીજીની જગ્યાએ એક્સ એસબીયું તથા મીસેજ ભારતની જગ્યાએ હમારી ભારત માતા શબ્દ પ્રયોગ બદલવામાં આવ્યો છે... બ્લેક પ્રિઝન રશિયા એવા ડાયલોગમાંથી રશિયા શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છેકે, દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મમાં ખુબ જ ઉત્તેજક સીન રાખવામાં આવ્યાં હતાં. જેમાં ખાસ કરીને દીપિકા અને શાહરુખ વચ્ચે ખુબ ઈન્ટીમેટ સીન ફિલ્માવાયા હતાં. આ દ્રશ્યોમાં દીપિકાને બિકીનીમાં દર્શાવવામાં આવી હતી. જોકે, સમગ્ર વિવાદનું મૂળ આ બિકીની જ રહી. કારણકે, બેશર્મ રંગ નામનું ફિલ્મનું હોટ સોંગ વિવાદોમાં ઘેરાયું. આ ગીતમાં દીપિકાએ જે બિકીની પહેરી હતી તે ભગવા રંગની હતી. જેને કારણે અનેક ધાર્મિક સંગઠનોએ અને લોકોએ આનો વિરોધ કર્યો હતો. ભારે વિવાદ બાદ આખરે બિકીનીનો રંગ અને ફિલ્મના કેટલાં દ્રશ્યોને હટાવવાની ફરજ પડી છે.