નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રસ ભૂમિ પેડનેકર હાલમાં પોતાની આગામી ફિલ્મ પત્ની, પત્ની ઔર વો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ 'સેક્સિસ્ટ' ફિલ્મ નથી અને લગ્ન વિશે આવો કોઈ સંદેશ આપવાનો ફિલ્મનો ઇરાદો નથી. ભુમિના દાવા પ્રમાણે આ ફિલ્મ લૈંગિક સમાનતા સ્થાપવાનો પ્રયાસ કરે છે. જોકે ફિલ્મનું ટ્રેલર જોઈને ભુમિનો દાવો પોકળ સાબિત થાય છે. હકીકતમાં આ ટ્રેલરમાં ફિલ્મનો એક ડાયલોગ સાંભળીને લોકો એ વિશે ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ ડાયલોગમાં મેરિટલ રેપનો બચાવ કરવામાં આવ્યો હોય એવું લાગે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ પતિ પત્ની ઔર વો (Pati Patni Aur Woh)ના ટ્રેલરમાં ચિંટુ ત્યાગી બનેલા કાર્તિક આર્યનનો એક ડાયલોગ મેરિટલ રેપનો બચાવ કરતો હોવાનો લોકોનો મેકર્સ પર આરોપ છે. ટ્રેલરમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) પોતાના મિત્ર અપારશક્તિ ખુરાનાને કહે છે , 'बीवी से सेक्स मांग लें तो हम भिखारी, बीवी को सेक्स मना कर दें तो हम अत्याचारी और किसी तरह जुगाड़ लगाकर उससे सेक्स हासिल कर लें तो बलात्कारी भी हम ही.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ


કાર્તિક આર્યન (Kartik Aaryan)ના આ ડાયલોગ સામે લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર એક યુઝરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પતિ પત્ની અને વોની આખી ટીમ જાણે રેપ મજાક હોય એમ વિચારે છે, બળાત્કાર કોઈ મજાક નથી. આમ, ટ્વિટર પર યુઝર્સ આ ફિલ્મની આકરી ટીકા કરી રહ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક....