નવી દિલ્હી: હવે પોતાના શૂટિંગથી લીક્ડ સીન અને નવા-નવા પોસ્ટર્સના લીધે ચર્ચામાં રહેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પતિ પત્ની ઔર વો' (Pati Patni Aur Woh)'નું ટ્રેલર હવે રિલીઝ થઇ ચૂક્યું છે. કાર્તિક આર્યન (Kartik Aaryan), ભૂમિ પેડનેકર (Bhumi Pednekar), અનન્યા પાંડે (Ananya Panday) સ્ટારર ફિલ્મ પતિ પત્ની ઔર વો (Pati Patni Aur Woh)' ને આજે સવારે એક રસપ્રદ પોસ્ટર સાથે લોકોને હસાવ્યા અને ટ્રેલરે લોકોને લોથપોથ કરી રહ્યું છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખે બર્થડે પર પોતાના ફેન્સને કર્યા ખુશ, સોશિયલ મીડિયા પર છવાયો આ VIDEO


આ ટ્રેલરને લઇને લોકોની બેદરકારીનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે સવારથી ટ્વિટર પર #ChintuTyagi, #PatiPatniAurWoh ટ્રોપ ટ્રેડિંગમાં છે. પરંતુ આ ટ્રેલર સામે આવતાં જ જોરદાર વાયરલ થઇ ચુક્યો છે. ટ્રેલરના દરેક સીનમાં એક મજેદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. જુઓ ટ્રેલર...



આ ટ્રેલરને જોઇને અંદાજો લગાવી શકાય છે કે જ્યાં કાર્તિક આર્યન (Kartik Aaryan) પહેલીવાર મૂંછ સાથે ધમાકો કરવાના છે. તો બીજી તરફ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ફરી એકવાર એક અલગ અંદાજમાં લોકોને પોતાના અંદાજમાં પોતાના દીવાના બનાવવા માટે તૈયાર છે. અનન્યા પાંડે (Ananya Panday) હંમેશાની માફક એકદમ ગોર્જિયસ જોવા મળી રહી છે.  


તમને જણાવી દઇએ કે આ ફિલ્મ જે વર્ષ 1978માં આવેલી બી.આર ચોપડાની 'પતિ પત્નિ અને વો'નું રૂપાંતરણ છે. પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝ અને બીઆર સ્ટૂડિયોઝએ તાજેતરમાં શેર કર્યો કે ઘણી ફિલ્મો પર ડીલ કરવા માટે આવી રહી છે. 70ના દાયદાની આ સુપરહિટ કોમેડી ફિલ્મમાં સંજીવ કુમાર લીડ રોલમાં હતા જ્યારે તેમની પત્નીના પાત્રમાં વિદ્યા સિન્હા અને સેક્રેટરીના રોલમાં રંજીતા કૌર હતી. 


આ ફિલ્મ એક એકસ્ટ્રા-મેરિટીયલ અફેરને કોમિક અંદાજમાં રજૂ કરવાનો પ્રયત્ન હતો. ફિલ્મમાં સંજીવ કુમાર અને તેમની પત્ની શારદા (વિદ્યા સિન્હા) પરણિત પ્રેમી જોડાના રૂપમાં જોઇ શકાય છે. જોકે નોકરીમાં પ્રમોશન અને ગ્રોથની સાથે જ કામમાં મદદ માટે મળેલી સેક્રેટરી નિર્મલા (રંજીતા કૌર) સાથે પ્રેમ કરવા લાગે છે. પતિ પત્નિ ઔર વો (Pati Patni Aur Woh)' 6 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થવા જઇ રહી છે.