Hair Care: વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં જ લોકોને સફેદ વાળની સમસ્યા સતાવે છે. 40 ની ઉંમર સુધી પહોંચતા પહેલા જ લોકોના માથાના વાળ સફેદ થઈ જાય છે અને લોકો માથામાં હેર ડાઈ કે કલર કરાવતા થઈ જાય છે. પરંતુ નાની ઉંમરમાં આ પ્રકારે વાળને કલર કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેમિકલના કારણે વાળ ઉપર આડઅસર પણ થાય છે અને વાળ ખરવાનું પ્રમાણ પણ વધી જાય છે. જો તમે પણ સફેદ થતાં વાળની સમસ્યાથી ચિંતા છો અને તમારે સફેદ વાળથી કાયમ માટે છુટકારો મેળવવો હોય તો અહીં દર્શાવેલા ઉપાયો અજમાવી શકો છો. આ ઉપાય કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને કુદરતી રીતે તમારા સફેદ થતા વાળ અટકશે અને વાળ ફરીથી કાળા થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ થતાં વાળને કાળા કરવાના ઉપાય


આ પણ વાંચો:


માતા-પુત્રનીને જોઈને તમારું લોહી ઉકળી જશે, અશ્લીલ વીડિયોના કારણે ઉઠી ધરપકડની માંગ


વૃક્ષની નીચે ઉભા હતા લોકો અને ત્યારે જ આકાશમાંથી મોત આવ્યું, જુઓ ઘટનાના CCTV ફુટેજ


100થી વધુ વર્ષના પિતા અને 75 વર્ષનો પુત્ર. બંનેની કેમિસ્ટ્રી જોઈને લોકો ના રોકી શક્ય



લીમડાનું તેલ 


સૌથી પહેલા મીઠા લીમડાના પાન લેવા. તેને માથામાં નાખવાના તેલમાં ઉમેરી અને ઉકાળવા. જ્યારે પાનનો રંગ કાળો થઈ જાય તો તેલને ઠંડુ કરી લેવું અને બોટલમાં ભરી લેવું. હવે આ તેલની રાતે સુતા પહેલા વાળમાં બરાબર રીતે લગાડો અને મસાજ કરો. સવારે હુંફાળા ગરમ પાણીથી વાળને ધોઈ લેવા. વાળ ફરીથી કાળા થવા લાગશે.


બદામનું તેલ અને લીંબુ


આ ઉપાય કરવા માટે તમારે જરૂર અનુસાર બદામનું તેલ લેવાનું છે. ત્યાર પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. બંને વસ્તુને બરાબર મિક્સ કરો અને પછી તેને વાળના મૂળમાં લગાડીને મસાજ કરો. 30 મિનિટ માટે તેલને વાળમાં રહેવા દો અને પછી શેમ્પુથી વાળ ધોઈ લેવા. 


આમળા અને મેથીનો હેર પેક 


તેના માટે આમળાનો પાવડર લેવો અને તેમાં નાળિયેરનું તેલ અથવા તો બદામનું તેલ ઉમેરીને બરાબર ઉકાળો. તેલનું રંગ બદલાઈ જાય એટલે તેને ઠંડુ કરો. પછી તેમાં એક ચમચી મેથીનો પાવડર ઉમેરીને બરાબર પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને વાળના મૂડમાં લગાવીને રાત આખી રહેવા દો. સવારે વાળને શેમ્પુથી ધોઈ લેવા.