મુંબઈ : હોલિવૂડ અને બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી ચૂકેલી પ્રિયંકા ચોપરાએ ગત વર્ષના ડિસેમ્બરમાં પોપ સેન્શેનલ નિક જોનાસ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આ કપલ સતત ચર્ચામાં રહ્યું છે. હાલમાં એક શો દરમિયાન પ્રિયંકા ચોપરાએ પોતાની અંગત જિંદગીના પાના ખુલાસો કર્યો કે નિક જોનાસે ક્યારે તેને પહેલીવાર કિસ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં એક લોકપ્રિય ઇન્ટરનેશનલ મેગેઝિન ‘વોગ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા અને નિકને એક ગેમ રમવા માટે કહેવામાં આવ્યું જેમાં બંનેને એકબીજાને સવાલ કરવાનું કહેવામાં આવ્યું. જેમાં પ્રિયંકાએ નિકને પૂછ્યું હતું કે શું તેને તે પ્લેસ યાદ છે જ્યાં તેમણે પહેલીવાર કિસ કરી હતી. નિકે જણાવ્યું હતું કે તેણે પ્રિયંકાને કેલિફોર્નિયાના બેવરલી હિલ્સ વિસ્તારમાં આવેલી 5 સ્ટાર હોટેલ ‘દ પેનિન્સુલા’ની બાલકનીમાં પહેલીવાર કિસ કરી હતી.


એકતા કપૂરે શેયર કરી દીકરાની પહેલી તસવીર, સોશિયલ મીડિયા પર થઈ વાઇરલ


પ્રિયંકા હાલ હોલિવૂડની ફિલ્મ ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ અને ‘અ કિડ લાઇફ જેક’માં કામ કરી રહી છે. આ સિવાય તે બોલિવૂડની ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિન્ક’માં પણ કામ કરી રહી છે, આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...