બોલિવુડની ગ્લેમરસ દુનિયામાં અનેક કલાકારો તેમના અભિનય કરતા અન્ય વિવાદોમાં સતત રહેતા હોય છે અને આ ચલણ આજનું નહી પરંતું દાયકાઓથી છે. 90ના દશકમાં અભિનેત્રી પૂજા બેદી ફિલ્મોમાં તેની એક્ટિંગના કારણે નહીં પરંતું બોલ્ડ ફોટોશૂટ અને કોન્ટ્રોવર્સીના કારણે વિવાદનું  કેન્દ્ર રહી છે. ભલે પૂજા બેદી 50 વર્ષની વય વટાવી ચૂક્યા છે પરંતું તેમની ફિટનેસ આજે પણ બરકરાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી પૂજા બેદીએ અંગત જીવનની સાથે પ્રોફેશનલ લાઈફમાં પણ ચર્ચા ઉભી કરી છે. આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા જ સનસની મચાવી દીધી હતી. બોલ્ડનેસ અદાઓથી લોકોનું ધ્યાન ખેંચનાર અભિનેત્રીએ એવો કોઈ ખાસ અભિનય ના કર્યો કે દર્શકોના માનસ પર કોઈ ખાસ છાપ છોડી દે. પૂજા બેદીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોઈએ તેવી સફળતા મળી નથી. આજે નહીં પરંતું 90ના દાયકામાં આ અભિનેત્રી તેની બોલ્ડ અદાઓથી સનસની મચાવતી હતી.



વર્ષ 1991માં આવેલી વિષકન્યા ફિલ્મથી અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ત્યારબાદ તે સહાયક અભિનેત્રી તરીકે વર્ષ 1992માં આવેલી સુપરહિટ ફિલ્મ 'જો જીતા વહીં સિંકદર'માં જોવા મળી હતી. આ ફિલ્મથી પૂજાનું પણ સ્ટારડમ વધી ગયું. આ ફિલ્મમાં પૂજા બેદીએ ફિલ્મના હિરો આમીર ખાન સાથે લીપલોક સીન કર્યો હતો. 


પૂજા બેદી બોલિવુડની પહેલી એવી અભિનેત્રી હતી જેને સૌથી પહેલા કોન્ડોમની એડ કરી હતી. કોન્ડોમની એડ એ પણ 5 કે 10 વર્ષ પહેલા નહીં પરંતું 30 વર્ષ પહેલા...  એકટર માર્ક રોબિનસન સાથે વર્ષ 1991માં કામસૂત્ર કોન્ડોમની જાહેરાત કરી હતી. પૂજા બેદીએ આ એડમાં કામુક દ્રશ્યો આપ્યા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ એડ એટલી હોટ હતી કે તેના પર બેન લગાવી દેવાયુ હતું.



ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા ન મળતા અભિનેત્રી બિગ બોસની સિઝન-5માં જોવા મળી. પૂજા બેદી એકસમયના જાણિતા અભિનેતા કબીર બેદીની પુત્રી છે. પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલાએ બોલિવુડમા સૈફ અલી ખાનની ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. અલાયા પણ તેની માતાની જેમ ખૂબ સુંદર છે.