Pooja Hegde on Affair With Salman Khan: જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય છે ત્યારે તેના કલાકારોના અફેરની ચર્ચા શરૂ થઈ જાય તે નક્કી હોય છે. તેવી જ રીતે જ્યારે ટૂંક સમયમાં જ સલમાન ખાન અને પૂજા હેગડેની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે બોલીવુડની ગલીઓમાં તેમના અફેરની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ગીત રિલીઝ થયું ત્યારે સલમાન અને પૂજા વચ્ચેની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી ત્યાર પછીથી ખબર શરુ થઇ કે સલમાન ખાન અને પૂજા હેગડે એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વાત ઉપર તાજેતરમાં જ પૂજા હેગડે એવો ખુલાસો કરી દીધો છે કે તેનું નિવેદન વાયરલ થવા લાગ્યું છે. તેને પહેલી વખત સલમાન ખાન સાથે પોતાનું અફેર હોવાની વાતને લઈને શોકિંગ ખુલાસો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 2 ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન, પણ કોઈએ ન કર્યો નોટિસ


કપિલ શર્મા જોવા મળશે વધુ એક ફિલ્મમાં, આ ત્રણ દમદાર અભિનેત્રીઓ સાથે શેર કરશે સ્ક્રીન


આ સીધી-સાદી અભિનેત્રીઓ પણ સમય જતાં થઈ બોલ્ડ, કરિયર બચાવવા ઈન્ટિમેટ સીન્સ પણ આપ્યા


પૂજા હેકડે એક મુલાકાત દરમિયાન સલમાન ખાન સાથે પોતાનું નામ જોડાયું તે બાબતે નિવેદન આપ્યું હતું. પૂજા એ કહ્યું હતું કે તે સિંગલ છે અને તેની પ્રાયોરિટી તેની કારકિર્દી છે. આ બાબતે તે વધુ કંઈ કહેવા માંગતી નથી. તેના વિશે તે ઘણી બધી બાબતો વાંચી રહી છે પરંતુ તે સિંગલ છે અને તેને એકલું રહેવું જ પસંદ છે. 


પૂજા હેગડે આગળ જણાવ્યું હતું કે તે હાલ એક શહેરથી બીજા શહેર જાવામાં વ્યસ્ત છે અને તેનું ફોકસ તેના કામ ઉપર છે. તેની પાસે અફવા ઉપર ધ્યાન આપવા માટે સમય નથી. આ બાબતે તે કંઈ ન કરી શકે.


મહત્વનું છે કે સલમાન ખાન અને પૂજા હેગડે ની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન 21 એપ્રિલ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. ફિલ્મમાં સલમાન ખાન ધમાકેદાર એક્શન કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે શહેનાઝ ગીલ, પલક તિવારી, જસસી ગીલ, ભૂમિકા ચાવલા અને સિદ્ધાર્થ નિગમ પણ જોવા મળશે