Poonam Pandey એ પતિ સાથે હોટ એન્ડ બોલ્ડ સીન પર કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- `તેણે મને 4 કલાક સુધી...`
પૂનમે પતિ સાથે એક ઈન્ટિમેટ સોંગના શૂટિંગને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
નવી દિલ્હી: બોલીવુડની સુપરહોટ અને બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડે છાશવારે પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે બ્લ્યૂ કલરની મોનિકીનીમાં વરસાદની મજા લેતી જોવા મળી હતી. આ વીડિયો તેના પતિ સેમ બોમ્બેએ જ શૂટ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે પૂનમે પતિ સાથે એક ઈન્ટિમેટ સોંગના શૂટિંગને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
જલદી સામે આવશે નવું સોંગ
બાલકનીમાં વરસાદવાળો વીડિયો વાયરલ થયા બાદ હવે પૂનમ પાંડે અને સેમ બોમ્બેનું એક ગીત રિલીઝ માટે તૈયાર છે. અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.com ના રિપોર્ટ મુજબ આ ગીતના શૂટિંગ અંગે એક ઈવેન્ટમાં વાત કરતા પૂનમે જણાવ્યું કે તેણે તેના પતિ સાથે જે શૂટિંગ કર્યું છે તેમાં તેના પતિ સાથે કઈંક એવું થયું કે તે કાંપી ઉઠી. આ એક ગીતનું શૂટિંગ હતું. જે જલદી રિલીઝ થવા માટે તૈયાર છે.
4 કલાક સુધી ફિશ ટેંકમાં રહેવું પડ્યું
આ ગીત અંગે વાત કરતા પૂનમ પાંડેએ કહ્યું કે 'તે એક પરફેક્શનિસ્ટ છે. આ ગીત માટે સેમે મને ચાર કલાક સુધી ફિશ ટેંકમાં શાર્ક સાથે બેસાડી રાખી. તેણે મને એટલી બધી વાર બેસાડી રાખી કે એક સમય બાદ હું કાંપવા લાગી'. આ શૂટ અંગે વાત કરતા સેમે કહ્યું કે ખુબ મોટી ફિશ ટેંક છે. કોઈ નાની ટેંક નથી. આથી એવું ન વિચારો કે નાના ફિશ ટેંકમાં મે તેને નાખી દીધી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube