નવી દિલ્હી: અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે (Poonam Pandey) તાજેતરમાં તેના પતિ સેમ બોમ્બે (Sam Bombay) થી અલગ થઈ ગઈ છે અને હાલમાં તે સિંગલ છે. છેલ્લા કેટલાક સમયથી બંનેનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું ન હતું, જેના લીધે પૂનમે પતિ સેમથી અલગ થઈ ગયા છે. પૂનમ પાંડેએ કહ્યું કે તે આગામી કેટલાક વર્ષો સુધી કોઈને ડેટ કરવા માંગતી નથી. જોકે તેણે એ પણ જણાવ્યું છે કે તેને કેવો વર જોઈએ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સિંગલ છે પૂનમ પાંડે 
ટેલી ટોક (TeleTalk) સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન પૂનમ પાંડેએ કહ્યું કે, હું જે તબક્કામાંથી પસાર થઈ રહી છું તેમાંથી હું ધીમે ધીમે બહાર આવી રહી છું. હું પહેલાની જેમ જ સેક્સી દેખાવાનો પ્રયાસ કરી રહી છું. જ્યારે પૂનમને પૂછવામાં આવ્યું કે તમે અત્યારે સિંગલ છો? આના જવાબમાં પૂનમ કહે છે કે હું અત્યારે રિલેશનશિપમાં છું, તે પણ મારી સાથે. બહુ મજા આવે છે. આ લાઇફ ખૂબ જ સેક્સી છે. મને એકલા રહેવું સારું લાગે છે. આગામી 5 વર્ષ સુધી હું સિંગલ જ રહીશ.

કેમેરા સામે કપડાં ઉતારવામાં સૌથી આગળ છે આ અભિનેત્રી, અસલ જીંદગીમાં પણ છે 'બેકાબૂ'



વિકી કૌશલ જેવો પતિ જોઈએ છે પૂનમ પાંડેને 
ઈન્ટરવ્યુ દરમિયાન પૂનમ પાંડે (Poonam Pandey) ને પૂછવામાં આવ્યું કે તમે લગ્ન કરી લીધા છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ પછી અચાનક બધું સમાપ્ત થઈ ગયું. આખરે શું થયું? તેણીએ આ પ્રશ્નનો સીધો જવાબ આપ્યો ન હતો, પરંતુ ચોક્કસપણે કહ્યું કે તે ચિકિત્સક પાસે જઈ રહી છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. હાલમાં તે પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. આ દરમિયાન પૂનમે કેટરિના કૈફને પોતાની પ્રેરણા ગણાવી. તેણે કહ્યું કે લોકો કેટરિનાને ખૂબ પ્રેમ કરે છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં શાનદાર કામ કર્યું છે. કેટરીનાએ ખૂબ જ સારી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જો મને વિકી કૌશલ જેવો પુરુષ મળે તો હું પણ લગ્ન કરવા માંગુ છું.

નવા વર્ષથી બદલાઇ જશે પેમેન્ટની રીત, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સ જરૂર કરી લે આ કામ


પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહી હતી પૂનમ 
તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે (Poonam Pandey)  થોડા સમય પહેલા પોતાના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તેણે બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેણે સેમ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં સેમ બોમ્બેની પણ ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમ બોમ્બેએ પૂનમ પર હુમલો કર્યો હતો. પૂનમના ચહેરા પર ઘણી ગંભીર ઈજાઓ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જોકે, બાદમાં સેમ બોમ્બે જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube